મુંબઇ,
એકટર વરૂણ ધવન ગોવિંદાની હિટ ફિલ્મ કુલી નં 1ની રિમેકમા જોવા મળશે. બીબીસીને આપેલી મુલાકાતમાં વરૂણે આ વાત સ્વીકારી હતી. વરૂણે કહ્યું હતું કે તે કુલી નં 1 કરી રહ્યો છે અને આ રિમેક તેના પિતા ડેવિડ ધવન બનાવી રહ્યા છે. કુલી ફિલ્મ ગોવિંદા અને કરિશ્મા કપૂર પર આધારિત હતી. આ ફિલ્મ વર્ષ 1995માં રજૂ થઈ હતી.
જોકે આ ફિલ્મમાં તેની સાથે આલિયા ભટ્ટ હશે કે સારા અલી ખાન . આ પ્રશ્નના જવાબમાં વરૂણે કહ્યું હતુ કે જરૂરી નથી કે મારી દરેક ફિલ્મ આલિયા ભટ્ટ સાથે જ હોય. મારી હિરોઇન કોણ છે તે અંગે તમને ઝડપથી ખબર પડી જશે. હું અને આલિયા નાના બ્રેક બાદ સાથે ભવિષ્યમાં કામ કરીશું. લોકોને પણ એવી ઉત્સુકતા થાય કે ઓહ આ જોડી ફરી વાર સાથે કામ કરી રહી છે.
આલિયા સાથેના મિત્રતાના સંબંધો અંગે વરૂણે જણાવ્યું હતું કે અમે સાથે મોટા થયા છીએ. નાનપણમાં અમે સાથે રમતા હતા. નોંધનીય છે કે વરૂણ ધવનની કંલક ફિલ્મ એપ્રિલમાં રીલીઝ થઈ રહી છે.
વરૂણ કુલી નં 1 કરી રહય છે તે બાબતને બીબીસીએ તેના ટ્વિટર હેનડલ પર પણ પુષ્ટિ આપ હતી.