મુંબઈ
પ્રિયંકા ચોપરા બોયફ્રેન્ડ નિક જોનસ સાથેની રિલેશનશિપના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છવાયેલી છે. તેમણે અલી અબ્બાસ ઝફરે દિગ્દર્શિત મેગા બજેટની ફિલ્મ ‘ભારત’ તાજેતરમાં છોડી દીધી છે. એવું કહેવાય છે કે તેઓએ નિક જોનસ સાથે લગ્નની તૈયારી માટે આમ કર્યું છે.
તાજેતરમાં, પ્રિયંકાનો એક વિડીયો સમી આવી રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે પ્રિયંકા મીડિયાની સામે તેની સગાઈની રિંગ છુપાવી રહી છે.
આ વીડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં એવું લાગે છે કે પ્રિયંકા મીડિયાને જોઈને તેની આંગળીમાંથી સગાઈની રિંગ નીકળી દેશે અને તેને પોકેટમાં મૂકી દે છે. આ વીડીયોને ખુબ જ પસંદ અને શેર કરવામાં આવી રહ્યો છે.
આપને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા, પ્રિયંકાની ફોટા જોવા મળી હતી. જેમાં તેના ડાબા હાથની આંગળીમાં એક સુંદર રિંગ જોવા મળી રહી છે. પરંતુ પ્રિયંકાએ જાહેર અપીલ પહેલાં આની ખાસ સંભાળ લીધી છે કે મીડિયાની નજર તેની રિંગ પર ન પડી શકે.
જુઓ વીડીયો..