મુંબઈ
બીગ બોસ સીઝન 12ને ઓનએયર થતા માત્ર 3 દિવસ જ થયા છે અને આ શો સતત ચર્ચાનો વિષય બનેલો છે. શ્રીસંતના ઘરની બહાર જવાના હાઈવોલ્ટેજ ડ્રામા પછી હવે તેને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. શ્રીસંત પર બીગ બોસના ઘરમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
બીજા એપિસોડના શરૂઆતનો એક સીન વીડીયો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં શ્રીસંત લાઉંજ એરિયામાં તેના બેડ પર બેઠેલો છે. ઘરની લાઈટ્સ ઓફ છે. તે બ્લેન્કેટના નીચે તેના હાથોથી કંઇક પ્રેસ કરતા જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો દાવો કરી રહ્યા છે કે તેના હાથમાં ફોન છે. જેને શ્રીસંત અંધારામાં ઉપયોગ કરી રહ્યો છે.
વેલ આ દાવામાં કોઈ સચાઈ જોવા નથી મળી રહી. બીગ બોસના ઘરમાં મોબાઈલ ફોન લઇ જવાનો ઇનકાર છે. આવામાં ક્રિકેટર પાસે ફોન ક્યાંથી આવાનો છે? તે કઈ રીતે ઘરના લોકોથી મોબાઈલ ફોન સંતાળીને રાખી શકે? ઓનએયરનો એક-એક એડિટ થયા પછી ટીવી પર બતાવવામાં આવે છે અને જો બીગ બોસએ છુપાવીને શ્રીસંતને ફોન આપ્યો હોય તો આ સીનને તેઓ ટીવી પર ઓનએયર કરવામાં ન આવતો. કેટલાક લોકોનું કહેવું છે કે શ્રીસંત મોબાઈલ ફોનનો ઉપયોગ નથી કરી રહ્યો તે તેના પગના તળિયાને પ્રેસ કરી રહ્યો છે.
શ્રીસંત નોમિનેશનમાંથી બચી ગયો…
બીગ બોસ સીઝન 12 ના પહેલા નોમીનેશનમાં સેલેબ્રિટી નામાંકનમાં કોમનર થતા જોવા મળ્યા. ઘજોડીયોને સિંગલ સ્પર્ધકો સામે વોટ કરવાનો હતો અને સિંગલ સ્પર્ધકોએ જોડીને નોમિનેટ કરવાની હતી. જયારે જોડિયો દ્રારા નોમીનેશન કરવાની વાત આવી ત્યારે બધી જોડિયોએ મળીને દીપક અને સૃષ્ટિને નોમિનેટ કર્યા. બધાયે શ્રીસંતને સેફ કર્યો. જયારે સિંગલ સ્પર્ધક દ્રારા જોડીયોને નોમિનેટ કરવાનો વારો આવ્યો ત્યારે બધાએ મળીને રોશની-કૃતિ, સોમી-સબા અને શિવાશીષ-સૌરભને નોમિનેટ કર્યા.