વર્ષ ૨૦૧૮ એ વિદાય લઇ લીધી છે અને નવું વર્ષ ૨૦૧૯નું લોકોએ હર્ષોલ્લાસથી સ્વાગત કર્યું છે. ઘણી બોલીવુડ સેલીબ્રીટીએ નવા વર્ષને સેલીબ્રેટ કરવા માટે જુદા-જુદા ડેસ્ટીનેશન પર પહોચી ગયા હતા.
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ નવા વર્ષનું સેલિબ્રેશન ઓસ્ટ્રેલીયામાં કર્યું છે.
અનુષ્કા તેના પતિ વિરાટ સાથે નવા વર્ષની ઉજવણી સિડનીમાં કરી રહી છે. તે બંને હાલ ઓસ્ટ્રેલીયામાં છે. વિરાટ કોહલીએ સોશ્યલ મીડિયા એટલે કે ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યા છે. આ બંને ફોટામાં તે લોકોનું બોન્ડીંગ ચોખ્ખું જોઈ શકાય છે. વિરાટની આ પોસ્ટને લોકોએ નવા વર્ષની શુભેરછા આપી છે.
તમને જણાવી દઈએ કે, વિરાટ કોહલી હાલ ઓસ્ટ્રેલીયામાં મેલબોર્નમાં ચાલી રહેલી ટેસ્ટ સીરીઝના લીધે ત્યાં હાજર છે. આ ટેસ્ટ મેચને લીધે તેઓ ભારત આવી સહકે તેમ નથી તેથી અનુષ્કાએ પોતે ઓસ્ટ્રેલીયા જવું એ વધારે યોગ્ય સમજ્યું હતું.