બોલીવુડમાં આજકાલ ઓરીજનલની જગ્યાએ રીમિક્સ ગીતોનો ટ્રેડ ચાલી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી રિલીઝ થયેલી ફિલ્મોમાં હવે જુના ગીતોની રીમેક હોય છે. આ ટ્રેડ ફિલ્મ નિર્માતાઓ અને સંગીતકારો દ્વારા અપનાવવામાં આવી રહ્યો છે. પરંતુ સંગીતકાર વિશાલ દદલાનીની વિચારસરણી આનાથી જુદી છે. તેમણે સંગીતકારોને ચેતવણી આપી છે કે તેના અને શેખરનાં ગીતોની રિમેક બનાવામાં આવે નહી.
તાજેતરમાં વિશાલ-શેખરનું પ્રખ્યાત ગીત ‘સાકી-સાકી’ ફિલ્મ ‘બટલા હાઉસ’ માટે ફરીથી તૈયાર કરાયું હતું. વિશાલને રિમિક્સ જરા પણ ગમ્યું નથી અને રીમિક્સથી તેઓ ખુશ પણ નથી.
વિશાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતી વખતે સંગીતકારોને ચેતવણી આપી છે. તેમણે પોસ્ટમાં ચેતવણી આપી છે કે, જો કોઈ વિશાલ અને શેખરના ગીતોનું રીમિક્સ બનાવે છે તો હું તેનો દાવો કરીશ. હું ફિલ્મો અને સંગીતકારોની વિરુદ્ધ કોર્ટમાં પણ જઈશ. સાકી-સાકી પછી, મેં સાંભળ્યું છે કે આ સૂચિમાં દસ બહાને, દિદાર દે, સજનાજી વારી વારી, દેશી ગર્લ જેવા ઘણા ગીતો શામેલ છે. તમારા પોતાના ગીતો બનાવો.
આ સાથે વિશાલે લખ્યું – વિશાલ-શેખરના ગીતોની રીમિક્સ, પરવાનગી, ક્રેડીટ અને મહેનતાણું વિના બનાવશો નહીં. હું કાયદેસર કાર્યવાહી કરીશ. ખાસ કરીને જે સંગીતકારો આવું કરી રહ્યા છે તેની સામે. આ ખૂબ જ વ્યક્તિગત છે પછી ભલે તે મિત્રો પણ કેમ ના હોય.
આપને જણાવી દઇએ કે થોડા સમય પહેલા આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘બાલા’ નું ગીત don’t be shy નું રીમિક્સ પણ પૂછ્યા વગર બનાવવામાં આવ્યું હતું. આ ગીતમાં કંગનાનાં ગીતો પૂછ્યા વિના રીક્રિએટ કરવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.