મુંબઈ
અભિનેતા અનુપમ ખેર તેમની આગામી ફિલ્મ ‘ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ માં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની ભૂમિકા ભજવી રહ્યા છે. તાજેતરમાં, તેઓએ ટ્વિટર પર તેના પ્રશંસકોના પ્રશ્નોનો જવાબ આપી રહ્યા છે. તેમણે કહ્યું કે તેઓ મનમોહન સિંહની ભૂમિકા વિશે મૂંઝવણમાં હતા.
તેઓ કહે છે, ‘ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ મા પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ ની ભૂમિકા મળી ત્યારે મને મિશ્ર લાગણીઓનો એહસાસ થયો હતો. શરૂઆતમાં હું ખુશ અને મૂંઝવણમાં હતો. પરંતુ જ્યારે મે વાર્તા વાંચી તો તેને મારા મન હલાવી દીધુ આ મારા અંદરના અભિનેતા માટે પડકાર સમાસ છે.”
એક પ્રશંસક અનુપમ ખેરને ફિલ્મમાં પીએમ મોદીના પાત્ર વિશે પૂછે છે. જેના પર અનુપમે જણાવ્યું હતું કે, “અભિનેતા ચોક્કસ સમયે રજૂ કરવામાં આવશે.” તે કહે છે કે, “ફિલ્મ માટે શૂટિંગ કરવું એ મારા માટે એક મહાન અનુભવ છે.” આ ફિલ્મનું શુટિંગ લંડન અને દિલ્હીમાં કરવામાં આવ્યું છે.
આપને જણાવી દઈએ કે, આ ફિલ્મ મનમોહન સિંહના પૂર્વ મીડિયા સલાહકાર સંજય બારુના પુસ્તક પર આધારિત છે. ફિલ્મમાં બારુની ભૂમિકા અક્ષય ખન્ના ભજવી રહ્યા છે અને દિવ્યા શેઠ શહર મનમોહન સિંહની પત્ની ગુરશરણ કૌરની ભૂમિકા ભજવી રહી છે. ડિરેક્ટર વિજય રત્નાકર ગુટ્ટેનિ આ પ્રથમ ફિલ્મ છે આ ફિલ્મ 21 ડિસેમ્બરે રિલીઝ કરવામાં આવશે.