મુંબઈ
વર્ષ 1999માં રિલીઝ થયેલ ફિલ્મ ‘સિર્ફ તુમ’નું સોંગ ‘દિલબર’ ખુબ જ લોકપ્રિય થયું હતું. આ ગીતને એક્ટ્રેસ સુષ્મિતા સેન પર ફિલ્માંકન કરવામાં આવ્યું હતું. આ ગીત હીટ તો થયું સાથે ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર સારું કલેક્શન કર્યું હતું. આશરે 20 વર્ષ પછી રિલીઝ કરવામાં આવેલ જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘સત્યમેવ જયતે’ માટે આ સોંગને રીમેક કરવામાં આવ્યું અને આ વખતે આ ગીતને નોરા ફતેહી પર ફિલ્માંકન કરવામાં આવ્યું અને આ જોત જોતામાં આ સોંગ વાયરલ થઈ ગયું.
જુઓ વીડીયો..
આ ગીતના વીડીયોને ટી-સીરીઝના ઓફિસિયલ યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યું હતું. જ્યાં અત્યાર સુધી આ વીડીયોને 17 કરોડ 76 લાખથી પણ વધારે વાર જોવામાં આવ્યું છે. તાજેતરમાં જયારે સુષ્મિતા સેનને આ ગીત વિશે વાત કરવામાં આવી તો તેમને કહ્યું કે નોરાએ કમાલ કર્યું છે. પરંતુ મને વાસ્તવિક સોંગ વધુ પસંદ છે. તેઓએ જણાવ્યું કે, નોરા ચોક્કસપણે અમેઝિંગ છે.
સુષ્મિતા સેનને વધુમાં કહ્યું કે, રિમિક્સ ગીત ખુબ જ સારું પ્રદર્શન કર્યું છે. નોરાએ તો કમળ કર્યું છે તમ છતાં પણ મને તેનું ઓરિજિનલ વર્ઝન વધારે પસંદ છે. સુષ્મિતા છેલ્લે 2010માં રિલીઝ ફિલ્મ ‘દુલ્હા મિલ ગયા’માં જોવા મળ્યા હતા. ઘણા સમયથી મોટો પરદાથી દુર છે જયારે કમબેક વિશે સવાલ કરવામાં આવ્બ્યું તો તેમણે જણાવ્યું કે તેઓએ ઘણી સ્ક્રિપ્ટ જોઈ છે અને છેલ્લે બે ફાઈનલ કરી છે.