મુંબઈ
યામી ગૌતમે પોતાની આગામી ફિલ્મ ‘બત્તી ગુલ મીટર ચાલુ’ ની શૂટિંગ શરૂ કરી દીધી છે. ‘ટોયલેટ: એક પ્રેમગાથા‘ ફેમ નારાયણ સિંહ આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. યામીએ તાજેતરમાં પહેલા દિવસની શૂટિંગ બાદ એક વિડીયો ટ્વિટર પર શેર કર્યો છે. જેમાં તે તેની તેમની ટીમ સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. આ વિડીયોમાં યામી તેના પહેલા દિવસના શૂટ પૂરું થવાની ખુશી તેના ફેન્સ જણાવી રહી છે.
આપને જણાવી દઈએ કે આ ફિલ્મમાં યામી સિવાય શાહિદ કપૂર અને શ્રદ્ધા કપૂર પણ મહત્ત્વની ભૂમિકા જોવા મળશે. આ ફિલ્મમાં યામી વકીલની ભૂમિકામાં જોવા મળશે. યામિ તેના અત્યાર સુધના કરિયરમાં પ્રથમ વાર વકીલની ભૂમિકા કરશે. કોર્ટરૂમમાં દલલી કરતી જોવા મળશે. આ ફિલ્મમાં વીજળીની સમસ્યા વિશે વાત કરવામાં આવી છે, કે કલાકો-કલાકો વીજળી વિના રહેતા હોવા છતાં પણ વીજળીનું બીલ વધીને આવે છે. વીજળી ચોરીની સમસ્યા પર ફિલ્મ બનાવવામાં આવી રહી છે.
જુઓ વિડીયો