મુંબઈ
“યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ”ના ફેન્સ માટે આઘાતજનક સમાચારના સામે આવી રહ્યા છે. જણાવીએ કે, જાણવા મળી રહ્યું છે કે, આ ટીવી શો ટુંક સમયમાં જ બંધ થઇ શેક છે.
તાજેતરમાં, ઘણા ટોપ સ્ટાર શો ઓફ એયર થઇ રહ્યા છે. તો, ટીઆરપી રેટિંગ ઓછી હોવાને કારણે સમાચાર મળી રહ્યા છે કે આ શોની નબળા રેટિંગ્સને કારણે ટૂંક સમયમાં બંધ થઈ શકે છે.પરંતુ હવે શોના નિર્માતાઓ અને કાસ્ટે એવી વાર્તાઓને માત્ર અફવાઓ તરીકે વર્ણવી છે.
એક વેબસાઇટ સાથે વાતચીત દરમિયાન શોની લીડ સ્ટાર શિવાંગી જોષીએ શોના બંધ વિશે વધુ ખુલાસો કર્યો છે. શિવાંગીએ જણાવ્યું હતું કે સમાચાર મીડિયામા આ શો બંધ થવાના આવી રહ્યા છે જોકે તેમાં કોઈ સત્ય નથી.આ શો ઓફ એયર થવાનો નથી. તેના બદલે, આ શો તેમના જીવનનો અગત્યનો ભાગ બની ગયો છે.