Not Set/ ભારતના પુર્વ-પશ્ચિમ તટ પર ટકરાયા છે ૨૦ વાવાઝોડા જેમણે મચાવી હતી તબાહી જોઇ લો

છેલ્લા વીસ વર્ષોમાં ભારતના પુર્વ-પશ્ચિમ તટ પર લગભગ ૨૦ જેટલા વાવાઝોડા ટકરાયા છે. જેમાં તાજેતરમાં આવી રહેલું તૌકતે વાવાઝોડુ પણ સામેલ છે. આ વાવાઝોડાઓમાં કેટલાક તો એટલા જબરજસ્ત હતા જેમણે કરોડો રૂપિયાનું નુકશાન પહોચાડ્યુ છે.અને તેના લીધે અનેક લોકોના જીવ પણ ગયા છે. જો કે પાછલા કેટલાક વર્ષોમાં આ સંબંધે ભારતે ઘણી તરક્કી કરી છે. […]

Mantavya Exclusive India
all ભારતના પુર્વ-પશ્ચિમ તટ પર ટકરાયા છે ૨૦ વાવાઝોડા જેમણે મચાવી હતી તબાહી જોઇ લો

છેલ્લા વીસ વર્ષોમાં ભારતના પુર્વ-પશ્ચિમ તટ પર લગભગ ૨૦ જેટલા વાવાઝોડા ટકરાયા છે. જેમાં તાજેતરમાં આવી રહેલું તૌકતે વાવાઝોડુ પણ સામેલ છે. આ વાવાઝોડાઓમાં કેટલાક તો એટલા જબરજસ્ત હતા જેમણે કરોડો રૂપિયાનું નુકશાન પહોચાડ્યુ છે.અને તેના લીધે અનેક લોકોના જીવ પણ ગયા છે. જો કે પાછલા કેટલાક વર્ષોમાં આ સંબંધે ભારતે ઘણી તરક્કી કરી છે. જેનાથી વાવાઝોડાની સટીક જાણકારી ઉપલબ્ધ થઇ શકે છે અને સમયસર ઉઠાવેલા પગલાંને લીધે જાનમાલનું નુકશાન ઘણુ ઓછું થયુ છે. આવો મેળવીએ એવા કેટલાક વાવાઝોડાની જાણકારી જેમણે તબાહી મચાવી હતી.

2 ભારતના પુર્વ-પશ્ચિમ તટ પર ટકરાયા છે ૨૦ વાવાઝોડા જેમણે મચાવી હતી તબાહી જોઇ લો

નિશા 2008
આ વાવાઝોડાએ ૨૦પ લોકોના જીવ લીધા હતા. અને તેના લીધે રાજ્યોને લગભગ ૮૦૦ કરોડ રૂપિયાનું નુકશાન વેઠવું પડ્યુ હતું. આ વાવાઝોડા દરમિયાન લગભગ ૧૦૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવનો ફૂકાયા હતા. આ વાવાઝોડાથી સૌથી વધારે નુકશાન તામિલનાડુંને થયુ હતું. તે ઉપરાંત શ્રીલંકામાં પણ આ વાવાઝોડાથી ભારે નુકશાન થયુ હતું.

1 ભારતના પુર્વ-પશ્ચિમ તટ પર ટકરાયા છે ૨૦ વાવાઝોડા જેમણે મચાવી હતી તબાહી જોઇ લો

નિલમ 2012
આ વાવાઝોડાને લીધે તામિલનાડું, પાંડુચેરી, આંધ્રપ્રદેશ અને બીજા અન્ય તટો પર ૧૦૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપથી વાવાઝોડુ ત્રાટક્યુ હતું. તેના લીધે નેલ્લોર, પ્રકાશમ, ગુંટૂર, અને કૃષ્ણા, મછલીપટ્ટનમ સહીતના બંદરો પર ચેતવણી અપાઇ હતી. તમિલનાડુમાં તેની ઝપેટમાં પ્રતિભા-કાવેરી જહાજ પણ આવી ગયુ હતું. આ વાવાઝોડાની શરૂઆત બંગાળની ખાડીમાંથી થઇ હતી અને ધીમેધીમે તે શ્રીલંકા તરફ આગળ વધ્યુ હતું અને બાદમાં તે દક્ષિણભારતના તટ સાથે ટકારાયું હતું. તે વખતે લગભગ દોઢ લાખ લોકોને સુરક્ષિત સથળો પર ખસેડવામાં આવ્યા હતા. અને તેના લીધે લગભગ ૧૦૦ કરોડ રૂપિયાનું નુકશાન થયુ હતું. આ વાવાઝોડામાં ૭પ લોકોના મોત થયા હતા.

3 0 00 00 00 ભારતના પુર્વ-પશ્ચિમ તટ પર ટકરાયા છે ૨૦ વાવાઝોડા જેમણે મચાવી હતી તબાહી જોઇ લો

ફેલિન 2013
અંડમાન સાગરમાં ઓછા દબાણને લીધે પેદા થયેલુ ફૈલિન વાવાઝોડું ૯ ઓક્ટોમ્બરે નિકોબાર દ્રીપ સમુહને પાર કરતાં એક ચક્વાતનું રૂપ લીધુ હતું. અને ૧૨ ઓક્ટોમ્બરે તે આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જીલ્લાના તટ પર ટકરાયુ હતું. તેના નામનો અર્થ નિલમ થાય છે. આ ચક્રવાતનું નામ થાઇલેન્ડે આપ્યુ હતું. આ વાવાઝોડાને લીધે ૯૦ લાખથી એક કરોડ લોકો પ્રભાવિત થયા હતા.તો લગભગ અઢી લાખ લોકોના મકાન ધરાશાઇ થયા હતા. એકલા કૃષિક્ષેત્રમાં ૨૪૦૦ કરોડ રૂપિયાનું તેનાથી નુકશાન થયુ હતું.આ વાવાઝોડાના લીધે તટ વિસ્તારમાંથી ૧૦ લાખ લોકોને સુરક્ષિત ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન 100-260 પ્રતિકલાકની ઝડપથી પવનો ફુકાયા હતા. તેની અસર ઓરીસ્સા, બિહાર અને યુપી સુધી જોવા મળી હતી. ૧૯૯૯ પછી આવેલા વાવાઝોડા પછીનું આ જબરજસ્ત વાવાઝોડું હતું.

4 0 00 00 00 ભારતના પુર્વ-પશ્ચિમ તટ પર ટકરાયા છે ૨૦ વાવાઝોડા જેમણે મચાવી હતી તબાહી જોઇ લો

હુદહુદ 2014
ઓક્ટોમ્બર ૨૦૧૪માં આવેલા આ વાવાઝોડામાં ઓરીસ્સાના કેટલાય જીલ્લાઓમાં ભારે વરસાદ થયો હતો.તેના લીધે ખેડૂતોની પચાસ હજાર એકર જમીનને નુકશાન પહોચ્યુ હતું અને હજારો મકાનો તૂટી ગયા હતા. આ વાવાઝોડાના લીધે 180 કિલોમીટર પ્રતિકલાકથી પવનો ફૂકાયા હતા. વિશાખા પટ્ટનમ, વિજયાનંગરમ, અને શ્રીકાકુલમમાં તેના લીધે વધારે નુકશાન થયુ હતું. આ વાવાઝોડામાં ૧૨પ લોકોના મોત થઇ ગયા હતા અને ૧પ૦ બિલીયન ડોલરનું નુકશાન થયુ હતું.

5 0 00 00 00 ભારતના પુર્વ-પશ્ચિમ તટ પર ટકરાયા છે ૨૦ વાવાઝોડા જેમણે મચાવી હતી તબાહી જોઇ લો

ગાઝા 2018
બંગાળની ખાડીમાંથી ઉભુ થયેલું આ વાવાઝોડું ૧૬ નવેમ્બરની રાત્રીએ તામિલનાડુંના પમ્બન અને કડલોરની વ્ચ્ચે તટ સાથે ટકરાયુ હતું. તેને લઇને તામિલનાડું અને પાંડુચેરીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ હતું. આ દરિમયાન 80-100 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવનો ફૂકાયા હતા. તે પછી આ વાવાઝોડું કેરલ તરફ આગળ વધી ગયું. આ દરિમયાન લગભગ ૮૦ હજાર લોકોને અલગ અલગ સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા હતા અને તેમાં લગભગ ૬૦ લોકોના મોત થયા હતા. એકલા તમિલનાડુને કેન્દ્રએ ૧પ હજાર કરોડની સહાય આપી હતી.

6 ભારતના પુર્વ-પશ્ચિમ તટ પર ટકરાયા છે ૨૦ વાવાઝોડા જેમણે મચાવી હતી તબાહી જોઇ લો

વાયું 2019
વાયું વાવાઝોડાની સૌથી વધારે અસર ગુજરાત અન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી હતી. અને તેના લીધે ૬૦ લાખ લોકોને અસર પહોચી હતી. આ વાવાઝોડાને લીધે ૭૦ લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ વાવાઝોડામાં ૧૦ લોકોના મોત થયા હતા. આ વાવાઝોડાને લીધે ગુજરાતના ૧૦૦થી વધારે તાલુકાઓમાં ભારે વરસાદ થયો હતો.

7 ભારતના પુર્વ-પશ્ચિમ તટ પર ટકરાયા છે ૨૦ વાવાઝોડા જેમણે મચાવી હતી તબાહી જોઇ લો

એમ્ફેન 2020
કેટલાક દિવસો પહેલાં ઓરીસ્સા અને પશ્ચિબંગાળના તટ વીસ્તારોનો સામનો એમ્ફેન સાથે થયો હતો.,તેના લીધે ૭૨થી વધારે લોકોના મોત થયા હતા. તો કોલકતા એરપોર્ટ સહીતના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયું હતું. કેટલાય વિસ્તારોમાં ઝાડ, વિજળીના થાંભલા અને મકાનોની છત ઉડી ગઇ હતી. આ દરિમયાન ફુકાયેલા પવનોની અસર 200-250 કિલોમીટર પ્રતિકલાકની હતી. તેને જોતાં કેન્દ્ર સહીત રાજ્ય સરકારે ભરેલા પગલાંને લીધે લાખો લોકોના જીવ બચી ગયા હતા.

s 3 0 00 00 00 2 ભારતના પુર્વ-પશ્ચિમ તટ પર ટકરાયા છે ૨૦ વાવાઝોડા જેમણે મચાવી હતી તબાહી જોઇ લો