Not Set/ જુઓ ઈત્તેફાક મુવી માટે પૈસા ખર્ચાય કે નહિ

ઈત્તેફાક એક થ્રિલર ફિલ્મ છે જેને અભય ચોપરા દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. જયારે આ મુવીને ચિલી એન્ટરટેઈનમેન્ટ, બીઆર સ્ટુડિયોઝ અને ધર્મ પ્રોડક્શને મળીને પ્રોડ્યુસ કરી છે. જો કે આ ફિલ્મ વર્ષ 1969માં આવેલી ફિલ્મ ઈત્તેફાકની રિમેક છે. પરતું સોનાક્ષી-સિદ્ધાર્થની ઈત્તેફાક જૂની ફિલ્મથી સાવ અલગ છે. આ મુવીમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, અક્ષય ખન્ના અને સોનાક્ષી સિન્હા […]

Entertainment
Ittefaq Se જુઓ ઈત્તેફાક મુવી માટે પૈસા ખર્ચાય કે નહિ

ઈત્તેફાક એક થ્રિલર ફિલ્મ છે જેને અભય ચોપરા દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. જયારે આ મુવીને ચિલી એન્ટરટેઈનમેન્ટ, બીઆર સ્ટુડિયોઝ અને ધર્મ પ્રોડક્શને મળીને પ્રોડ્યુસ કરી છે. જો કે આ ફિલ્મ વર્ષ 1969માં આવેલી ફિલ્મ ઈત્તેફાકની રિમેક છે. પરતું સોનાક્ષી-સિદ્ધાર્થની ઈત્તેફાક જૂની ફિલ્મથી સાવ અલગ છે. આ મુવીમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, અક્ષય ખન્ના અને સોનાક્ષી સિન્હા લીડ રોલમાં છે. જો કે અભય ચોપરા પહેલીવાર બોલિવુડમાં એક મર્ડર મિસ્ટ્રી લઈને આવ્યા છે.

ફિલ્મની કોઈ પ્રમોશનલ પોલિસી બનાવવામાં આવી ન હતી. આ ફિલ્મમાં હત્યારો કોણ છે, તે રહસ્યને બનાવી રાખવામાં આવ્યુ છે. આ ફિલ્મમાં ઈન્સ્પેક્ટરનો રોલ અક્ષય ખન્ના કરી રહયા છે. આ ફિલ્મની ત્રણ કથાઓ છે. વિક્રમ, માયા અને સત્ય. આ મુવી વિક્રમ અને માયાની આસપાસ ફરે છે. વિક્રમનો રોલ સિદ્ધાર્થ મલ્હોત્રા, તથા માયાનો રોલ સોનાક્ષી સિન્હાએ કર્યો છે.

વિક્રમ ફિલ્મમા એક નામાંકિત લેખક અને માયા એક હાઉસ વાઈફ બતાવવામાં આવી છે. જો કે એક રાત્રે સોનાક્ષીના પતિ અને સિદ્ધાર્થની પત્નીનું ખૂન થઈ જાય છે. બંને પર હત્યાનો આરોપ લાગે છે. બને પોલીસને પોતપોતાની સ્ટોરી સંભળાવે છે. પરંતુ ઈન્સ્પેકટર બહુ જ રસપ્રદ રીતે ડબર મર્ડર કેસ સોલ્વ કરે છે. ખૂન કોણે કર્યું છે, કેવી રીતે સોલ્વ થાય છે તે માટે તો આ ફિલ્મ ચોક્કસ જોવી પડશે.