ગુજરાતના સૌરાષ્ટ્ર,કચ્છ બાદ ચરસની એન્ટ્રી દક્ષિણ ગુજરાતમાં થતાં ઓલપાડના ડભારી દરિયા કિનારા પર ઝાડી ઝાંખરામાં ચેકીંગ શરૂ. રેન્જ આઈ જી પ્રેમવીરસિંહ એ દક્ષિણ ગુજરાત દરિયા કિનારે ચેકિંગ શરૂ કરાયું.સુરત નવસારી અને વલસાડ પોલીસે કાર્યવાહી હાથ ઘરી.ગુજરાતમાં છેલ્લા કેટલા દિવસ થી દેશ ના યુવા ધનને બરબાદ કરવા અન્ય દેશના દુશ્મનો નશીલા પદાર્થોના રવાડે ચડાવી રહ્યા છે. તેઓ દરિયાઈ માર્ગ પસંદ કરી રહ્યા છે. ત્યારે થોડા દિવસના અંતરે દક્ષિણ ગુજરાતમાં બે જગ્યાએથી દરિયા કિનારોઓ પર બિનવારસી હાલતમાં ચરસનો જથ્થો મળતા તંત્ર સતર્ક થયું છે.સુરત જિલ્લાના રેન્જ આઈ જી એ સુરત ,નવસારી અને વલસાડ એસપી ને દરિયા કિનારા પર ચેકિંગ કરવાના આદેશ બાદ સુરત જિલ્લના ઓલપાડના દરિયા કિનારે ઓલપાડ પોલીસે ચેકીંગ હાથ ધર્યું હતું.
સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા બાદ હવે દક્ષિણ ગુજરાતના દરિયકાંઠેથી બિનવારસી હાલતમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો શરૂ થયો છે. ગત સોમવારે વલસાડના ઉદવાડાના દરિયાકાંઠેથી ચરસના 10 પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. વલસાડ બાદ સુરતના હજીરા ના દરિયાકાંઠેથી ચરસના વધુ પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. ત્યારે બે દિવસના અંતરે દક્ષિણ ગુજરાતમાં અલગ અલગ બે જગ્યાએથી બિન વારસી હાલતમાં ચરસના જથ્થો મળી આવતાં તંત્ર સતર્ક થયું છે. ત્યારે સુરત જિલ્લાના પોલીસે ઓલપાડ દરિયા કિનારા વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઓલપાડના ડભારી દરિયા કિનારે ઓલપાડ પોલીસ મથકના પીઆઈ સી.આર જાદવ અને તેઓની ટીમ પહોંચી હતી અને દરિયા કિનારાઓ પર ઝાડી ઝાંખરામાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ સ્થાનિક માછીમારો અને ગ્રામજનોને કોઈપણ શંકાસ્પદ ચીજ નજરે પડે તો તુરત પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છેકે 11 મહિના અગાઉ ઓલપાડના ડભારી દરિયા કિનારા પર 9 કિલોનું ચરસનું પેકેટ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું હતું.
આ પણ વાંચો:જામનગરમાં જર્જરિત ઈમારત થઈ ધરાશાયી
આ પણ વાંચો:અરવલ્લીમાં બાંગ્લાદેશી યુવક ઝડપાયા બાદ થયા મોટા ખુલાસા
આ પણ વાંચો:વંદે ભારત ટ્રેનથી રાજ્યનાં પાંચ લાખ કર્મચારીઓને થશે સીધો ફાયદો