બ્રિટનના નવા સ્ટ્રેને દેશભરમાં ફફડાટ ફેલાયો છે. જેના કારણે વિદેશથી આવતા તમામ લોકોની કડક ચકાસણી થાય છે. ત્યારે ગુજરાતમાં પણ તેનો પગપેસારો થયો હોવાની આશંકા છે. આવામાં સુરત બાદ હવે નવા સ્ટ્રેનની એન્ટ્રી અમદાવાદમાં પણ થઇ ચુકી છે. બ્રિટેનથી આવેલા ચાર લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ આ ચારેય દર્દીઓ SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હજુ 6 લોકોના રિપોર્ટ આવવાના બાકી છે.
મળતી માહિતી અનુસાર અમદાવાદમાં બ્રિટનથી આવેલા લોકોના ટેસ્ટ થયા હતા જેમાંથી પોઝિટિવ આવેલા દર્દીના સેમ્પલ પૂણે મોકલવામાં આવ્યા હતા. આ સેમ્પલમાંથી 4 દર્દી વિશે જાણવા મળ્યું છે કે તેઓ કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિત છે. આ સમાચાર સામે આવ્યાની સાથે જ ભારે ખળભળાટ મચી ગયો હતો.
બ્રિટનના નવા સ્ટ્રેનથી વિશ્વ ભરમાં ફફડાટ ફેલાયો છે . બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોન્સને લંડનમાં લોકડાઉન કર્યું છે. તે જ સમયે, ભારતમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેન અંગે હંગામો થયો છે. દરમિયાન, ભારત સરકારે એક મોટો નિર્ણય લીધો છે અને બ્રિટનથી ભારત આવતી તમામ ફ્લાઇટ્સ બંધ કરી દીધી છે. આ પ્રતિબંધ 7 જાન્યુઆરીએ કરવામાં આવ્યો છે.
આ પહેલા સુરતની એક યુવતી ક્રિસમસ વેકેશનની રજાઓ હોવાને કારણે 10 ડિસેમ્બરના રોજ વાયા દિલ્હીથી સુરત આવી આવી હતી. જે બાદ યુવતી 20 ડિસેમ્બરના રોજ બ્રિટન જવા માટે જવાની હતી તે માટે તે દિલ્હી એરપોર્ટ પણ પહોંચી હતી પરંતુ બ્રિટનની તમામ ફ્લાઇટ રદ થવાને કારણે આ યુવતી પરત સુરત આવી હતી. આ અંગેની માહિતી તંત્રને મળતા તરત જ તંત્ર કામગીરી ચલાવીને તપાસ કરી હતી. જેમાં આ યુવતીમાં બ્રિટનના નવા સ્ટ્રેનના લક્ષણો દેખાયા હતા. યુવતી સાથે ઘરમાં રહેતી તેની બહેન, માતા અને પિતાના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં માતા અને બહેન કોરોના પોઝિટિવ આવ્યાં છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…