સમગ્ર ગુજરાતમાં કુલ પાંચ અને એ પૈકી સૌરાષ્ટ્રમાં કાર્યરત એક માત્ર ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર જે મોરબી રોડ રાજકોટ ખાતે આવેલ જેની આજે તા. ૨૭-૦૮-૨૦૨૧ના રોજ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી તેમજ ERC ખાતે રહેલ સાધન સામગ્રીની માહિતી મેળવી સાધનોનો ડેમોસ્ટ્રેશન નિહાળ્યો હતો. જયારે પણ કુદરતી અથવા માનવ સર્જિત આપત્તિ આવે તેવા સમયે લોકોને બચાવવા અને લોકોના રક્ષણ માટે ERC દરેક બાબતે પ્રતિબધ્ધ છે તેમ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું.
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ / ૩૧૦ હેક્ટરમાં ટી.પી. સ્કીમ નં. ૭૭ (વાજડીગઢ) બનાવવાનો ઈરાદો જાહેર કરતા ચેરમેન અરોરા
આજની મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનર સહિતના અધિકારીઓએ સ્ટેશન તથા ઇમરજન્સી વાહનો સાધનોની માહિતી મેળવી તેમજ સ્ટાફ પાસે સાધનોનો ડેમોસ્ટ્રેશન કરવી નિહાળ્યો હતો. સ્ટાફ પાસેથી સાધનો અને વાહનો વિશેની જાણકારી પ્રાપ્ત કરી હતી. તમામ સ્ટાફ અને સાધનોનો ઇમરજન્સી સમયે ઉપયોગમાં લઇ લોકોને ઉપયોગી કામગીરી કરી શકાય તે માટે વધુ તાલીમબધ્ધ કરાવવા ચીફ ફાયર ઓફિસરને સુચના આપી હતી.
પંજાબ / માલવિંદર માલીએ નવજોત સિધ્ધુના સલાહકાર પદેથી આપ્યું રાજીનામું, આ છે મુખ્ય કારણ
રાજકોટ ખાતે આવેલ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરનું તા. ૦૬-૦૨-૨૦૧૦ના રોજ માર્ગ અને મકાન મહિલા બાળ કલ્યાણ ગુજરાત રાજ્યના માનનીય મંત્રી આનંદીબેન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ ૨૦૧૨માં ગુજરાત રાજ્ય, ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી તેમજ રાજકોટ મહાનગરપાલિકા આ ત્રણેયના સંયુક્ત ઉપક્રમે MOU કરવામાં આવ્યું હતું. MOU મુજબ આવનારી આપત્તિ સમયે કોઈપણ ઓપરેશન કરવાનું થાય તો તેના હેડ તરીકે ચીફ ફાયર ઓફિસરની નિમણુંક કરવામાં આવેલ અને સમગ્ર ERCના હેડ તરીકે મ્યુનિ. કમિશનરની નિમણુંક કરવામાં આવેલ છે.
નિમણુક / ગુજરાત સરકારના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારની નિમણૂક કરાઈ
આ ERCનું કાર્યક્ષેત્ર સમગ્ર સૌરાષ્ટ્ર છે જેમાં રાજકોટ સહીત સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના વિસ્તારોનો સમાવેશ થાય છે.મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનર સાથે નાયબ મ્યુનિ. કમિશનર આશિષકુમાર, પી.એ.(ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી, સિટી એન્જી. ગોસ્વામી, ચીફ ફાયર ઓફિસર આઈ. વી. ખેર, નાયબ ચીફ ફાયર ઓફિસર બી. જે. ઠેબા, સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા તેમજ ERCના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતો.