ઓડિશાનાં જગતસિંગપુર જિલ્લાથી રૂંવાટા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. અહી એક 27 વર્ષીય યુવકને તેના પ્રેમિકાનાં પરિવારે લગ્નેત્તર સંબંધોનાં મામલે જીવતા સળગાવી દીધા હોવાનુ સામે આવી રહ્યુ છે. પોલીસે સોમવારે કહ્યું હતું કે, તેઓ બાલીકુડા પોલીસ સ્ટેશન વિસ્તારનાં દગાંવ ગામનાં એક શાળા સંકુલમાં ક્રિષ્ણા ચંપાતીરે ખૂબ જ દાઝી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે નયાગઢ જિલ્લાનાં કંચનપુર ગામમાં રહેતા ચંપાતીરેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ જ્યાં સોમવારે તેનું મોત નીપજ્યું હતું.
તેના સંબંધીઓએ તેને ન્યૂઝ ચેનલોમાં બતાવેલા ફૂટેજથી ઓળખ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે એક મહિલા તેના ફોન પર કોલ કરતી હતી અને બંને વચ્ચે ગેરકાયદેસર સંબંધો હતા. કૃષ્ણાની પત્નીનો દાવો છે કે તે શનિવારે અમદાવાદથી પોતાનુ ઘર છોડી ગયો હતો. તેનો મૃતદેહ જગતસિંહપુરમાંથી મળી આવ્યો હતો. જેની પાછળ એક મહિલાનો હાથ છે. તેણે જ કૃષ્ણાને જગતસિંગપુર બોલાવીને તેની હત્યા કરી હશે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
અગાઉ પશ્ચિમ બંગાળનાં મિદનાપુર જિલ્લામાં એક યુવકને તેની પ્રેમિકાનાં પરિવારનાં સભ્યોએ જીવતો સળગાવી દેવાનો મામલો સામે આવ્યો હતો. પીડિત શખ્સ દિલ્હીમાં કામ કરતો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.