નવી દિલ્હી,
લોકસભા ચુંટણીનાં ચોથા ચરણની શરૂઆત થઇ ગઇ છે, ત્યારે ઘણી જગ્યાએ EVM ખોટવાયા હોવાનું સામે આવી રહ્યુ છે. ઘણા વિસ્તારોમાં EVM ખોટકાયા હોવાના કારણે મતદાન કેન્દ્રમાં લોકોની લાંબી લાઇન જોવા મળી રહી છે. મતદાતાઓ ગરમીનાં કારણે હેરાન થઇ રહ્યા છે ત્યારે મશીનમાં ખરાબી આવતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.
દેશનાં 9 રાજ્યોમાં 72 બેઠકો માટે ચુંટણી ચાલી રહી છે ત્યારે દેશનાં ઉત્તરમાં આવેલા રાજ્યોમાં EVM ખોટકાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. તમને જણાવી દઇએ કે, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળનાં મતદાન કેન્દ્રોનાં EVM મશીનમાં ખરાબી આવતા લોકો મતદાન કરી શક્યા નથી. ઝારખંડનાં પલામુ બેઠકનાં ઘણા બુથો પર EVM ખરાબ થયા હોવાની ફરીયાદો આવી રહી છે. ચૈનપુરનાં બુથ નંબર 132 પર ઇવીએમનાં બટન કામ કરતા નથી હોવાનું પણ સામે આવી રહ્યુ છે. મળતી માહિતી અનુસાર, સમસ્તીપુરનાં ધુરલખમાં બુથ સંખ્યા 88 પર ઇવીએમ ખરાબ હોવાના કારણે મતદાનમાં વિલંબ થઇ રહ્યો હોવાનું પણ સામે આવી રહ્યુ છે. સાથે અહી ભાગિરથપુર પંચાયતમાં 7 હજારથી વદુ મતદાતાઓએ મતદાન કરવાનો બહિષ્કાર કર્યો છે.
સમજવાદી પાર્ટીએ ઇવીએમ આ વિસ્તારોમાં ખરાબ હોવાની ચુંટણીપંચને ફરીયાદ કરી છે. જેના પર ઉન્નાવ બેઠકથી ચુંટણી લડી રહેલા સાક્ષી મહારાજે જણાવ્યું કે,ગઠબંધનનાં ઉમેદવારો જામીન બચાવવામાં અસમર્થ થવાાના કારણે ઇવીએમનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. તમને જણાવી દઇએ કે, ઉન્નાવ બેઠક પર ઇવીએમ ખરાબ હોવાનુ કોંગ્રેસ ઉમેદવાર અનુ ટંડને જણાવ્યુ હતુ. અહી હજુ પણ ઇવીએમમાં ખરાબી આવી રહી છે.