વર્લ્ડકપ 2023/ પૂર્વ પાક કેપ્ટનનો ચોંકાવનારો ખુલાસો; હવે ખ્યાલ આવ્યો કેમ હારી રહી છે પાકિસ્તાની ટીમ

પાકિસ્તાની ટીમને લઈને પૂર્વ પાકિસ્તાની કેપ્ટને ચોંકાવનારા ખુલાસા કરતા હડકંપ મચ્યો છે

Sports
પાક ટીમ પૂર્વ પાક કેપ્ટનનો ચોંકાવનારો ખુલાસો; હવે ખ્યાલ આવ્યો કેમ હારી રહી છે પાકિસ્તાની ટીમ

સ્પોર્ટ્સ ડેસ્ક, નવી દિલ્હી: પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન રાશિદ લતીફે એક સનસનીખેજ દાવો કર્યો છે. તેણે કહ્યું કે PCBના અધ્યક્ષ ઝકા અશરફે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમના કોલ અને ટેક્સ્ટ મેસેજનો જવાબ આપવાનું બંધ કરી દીધું છે. આ સિવાય રાશિદ લતીફે કહ્યું કે પાકિસ્તાની ખેલાડીઓને પાંચ મહિનાથી પગાર પણ આપવામાં આવ્યો નથી.

નોંધનીય છે કે વર્લ્ડ કપમાં સતત નિરાશાજનક પ્રદર્શન કરી રહેલી પાકિસ્તાનની ટીમને તેના દેશમાં ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન ટીમના ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન રાશિદ લતીફે ખુલાસો કર્યો હતો કે પાકિસ્તાનના ખેલાડીઓને પાંચ મહિનાથી તેમનો પગાર પણ મળ્યો નથી. રશીદે પાકિસ્તાનની સરકારી ટીવી ચેનલ પર આ નિવેદન આપ્યું છે.

રાશિદ લતીફે કર્યો ચોંકાવનારો ખુલાસો

રશીદ લતીફે કહ્યું, “હું તે હકીકત જાણું છું કે જ્યારે બાબરે ભારતથી ફોન કર્યો અને મેસેજ કર્યો, ત્યારે તેને અધ્યક્ષ (ઝકા અશરફ) તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો. ખેલાડીઓને તેમનો પગાર મળ્યો નથી. અધ્યક્ષ કેપ્ટનને જવાબ આપી શકતા નથી, આવી પરિસ્થિતિમાં આપણે ટીમ પાસેથી શું અપેક્ષા રાખી શકીએ.”

પાકિસ્તાનની ટીમ છમાંથી ચાર મેચ હાર્યું

તમને જણાવી દઈએ કે વર્તમાન વર્લ્ડ કપમાં પાકિસ્તાનને છમાંથી ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે અને તેની સેમીફાઈનલમાં પહોંચવાની આશાઓ ઘણી ઓછી થઈ ગઈ છે. લતીફે આક્ષેપ કર્યો હતો કે કેન્દ્રીય કરાર મુજબ ખેલાડીઓનો ઓછામાં ઓછો ચારથી પાંચ મહિનાનો પગાર બાકી છે.

કેન્દ્રીય કરારની કરવામાં આવી રહી છે સમીક્ષા

લતીફે એવો પણ દાવો કર્યો હતો કે બોર્ડના કેટલાક વરિષ્ઠ અધિકારીઓએ ખેલાડીઓને જાણ કરી છે કે વર્લ્ડ કપ માટે રવાના થતા પહેલા તેઓએ જે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કર્યા હતા તેની હવે સમીક્ષા કરવામાં આવી રહી છે. જોકે, તેમણે તેમના દાવાઓને લઈને કોઈ પુરાવા આપ્યા નથી.

આ પણ વાંચો- ગુજરાતની ટીમે મણિપુરને માત આપીને નોકઆઉટ સ્ટેજ માટે કર્યું ક્વોલિફાય

આ પણ વાંચો- ઓસ્ટ્રેલિયા છેલ્લા બોલે જીત્યું ટુર્નામેન્ટમાં ચોથી જીત, ન્યુઝીલેન્ડની હાર