Not Set/ ઇયરફોનનો વધુ ઉપયોગ તમારા કાનને કરી શકે છે મોટું નુકસાન

આજે કોરોનાકાળમાં લોકો મોટાભાગનો સમય પોતાના ઘરમાં જ પસાર કરી રહ્યા છે, ત્યારે આ સમયે લોકોએ ટેનોલોજીનો ઉપયોગ ખૂબ વધારી દીધો છે. આપણે આપણી આદતોમાં ટેક્નોલોજીનો એટલો સમાવેશ કરીએ છીએ કે ઘણી વાર આપણે તેનો ફાયદો અને નુકસાન યાદ નથી રાખતા.

Health & Fitness Lifestyle
Untitled 31 ઇયરફોનનો વધુ ઉપયોગ તમારા કાનને કરી શકે છે મોટું નુકસાન

આજે કોરોનાકાળમાં લોકો મોટાભાગનો સમય પોતાના ઘરમાં જ પસાર કરી રહ્યા છે, ત્યારે આ સમયે લોકોએ ટેનોલોજીનો ઉપયોગ ખૂબ વધારી દીધો છે. આપણે આપણી આદતોમાં ટેક્નોલોજીનો એટલો સમાવેશ કરીએ છીએ કે ઘણી વાર આપણે તેનો ફાયદો અને નુકસાન યાદ નથી રાખતા. આમાંથી એક છે ઇયરફોન અથવા હેડફોન, જેના વધુ પડતા ઉપયોગથી કાનની સાથે-સાથે શરીરમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આજે, ભારતમાં લગભગ 50 ટકા લોકોમાં કાનની સમસ્યાઓનું કારણ ઇયરફોન છે. જો તમે ઇયરફોનનો ઉપયોગ જરૂર કરતા વધારે કરતા હોવ, તો તમારે તેની સંભાળ કરવાની જરૂર છે. આજે આપણે ઇયરફોનનાં વધુ ઉપયોગથી થતા નુકસાન વિશે વાત કરીશું, જેથી તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકો.

મોડેલ દાદીઓ / ચીનની વૃદ્ધ દાદીઓ ‘ફેશનેબલ મોડલ્સ’ બનીને સોશિયલ મીડિયા પર કેમ છવાઈ રહી છે ?

કાનનાં પડદા પર અસર:

હેડફોનનાં વધુ પડતા ઉપયોગથી કાનનાં પડદા પર ખરાબ અસર પડી શકે છે. જોરથી અવાજને લીધે, તમારા કાનનો પડદો સતત વાઇબ્રેટ થવા લાગે છે. જેના કારણે કાનનાં પડદા ફાટી જવાનું જોખમ પણ રહે છે. આપને જણાવી દઇએ કે સામાન્ય રીતે માણસનાં કાન 65 ડેસિબલ્સનો અવાજ સહન કરી શકે છે. પરંતુ સતત 90 થી વધુ ડેસિબલથી વધુ અવાઝમાં ઇયરફોન પર ગીતો સાંભળતા કાનની નસો પૂરી રીતે ડેડ થઇ શકે છે.

કાનમાં ફેલાય છે ઇન્ફેક્શનઃ

સામાન્ય રીતે જોવામાં આવે છે કે એક વ્યક્તિ સરળતાથી પોતાનો ઇયરફોન બીજા વ્યક્તિ સાથે શેર કરે છે, જે ક્યારેય ન થવું જોઈએ. આ એક બીજામાં ચેપ ફેલાવાની શક્યતામાં વધારો કરે છે. જ્યારે પણ તમે કોઈની સાથે ઇયરફોન અથવા હેડફોનને શેર કરો છો, તો સૌ પ્રથમ તેને સેનિટાઇઝરથી સારી રીતે સાફ કરવાનું ભૂલશો નહીં.

લાભદાયક / ઘણી બધી બીમારીઓને જડમૂળથી દૂર કરે છે મુનક્કા, શું છે તેને ખાવાની સાચી રીત ?

હૃદય રોગ અથવા કેન્સરનું જોખમ:

મોટા અવાજમાં સંગીત સાંભળવું કાન માટે તેમજ હૃદયને નુકસાન પહોચાડી શકે છે. વધુ અવાઝમાં ગીતો સાંભળવાથી હૃદયનાં ધબકારા ઝડપી બને છે અને તે સામાન્ય ગતિ કરતા ઝડપથી ચાલવાનું શરૂ કરે છે. આ હૃદયને નુકસાન પહોંચાડી શકે છે. આ સિવાય તે કેન્સરને પણ આવકારો આપી શકે છે. મોટા અવાજમાં ઇયરફોનથી ગીતો સાંભળવું કાનને નુકસાન પહોંચાડી શકે છે, તેનાથી તમારા આંતરિક સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે.

ઉંઘની સમસ્યાઓ:

હેડફોન અને ઇયરફોનમાંથી નીકળતી ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો મગજને અસર કરે છે. જેની સીધી અસર તમારા મગજ પર પડે છે. આ જ કારણ છે કે ઇયરફોનનાં વધુ પડતા ઉપયોગને લીધે તમારે માથાનો દુખાવો અથવા નિંદ્રા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

majboor str 9 ઇયરફોનનો વધુ ઉપયોગ તમારા કાનને કરી શકે છે મોટું નુકસાન