દુબઇ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક વખત ફરી સ્પોટ ફિક્સિંગનો મામલો સામે આવ્યો છે. જાણીતી ચેનલ અલ ઝઝીરા ચેનલે પોતાના એક સ્ટિંગ ઓપરેશનમાં દાવો કર્યો છે કે 2011-12 દરમિયાન 6 ટેસ્ટ, 6 વનડે અને 3 ટી-20 વર્લ્ડ કપ મેચોમાં 26 વખત સ્પોટ ફિક્સીંગ થયું હતું.આ ફિક્સિંગમાં ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનના ક્રિકેટર્સ સામેલ હતા.ઇન્ટરનેશનલ ક્રિકેટ કાન્સિલ(આઇસીસી)ના રડારમાં આવેલ કથિત મેચ ફિક્સર અનીલ મુનાવર આ સ્પોટ ફિક્સીંગમાં સામેલ હતો.
Watch Al Jazira Sting Operation
https://www.youtube.com/watch?time_continue=258&v=z13N6pGfRMs
ચેનલે કરેલાં સ્ટીંગ ઓપરેશનમાં અમદાવાદના જાણીતા ક્રિકેટ બુકી દિનેશ કલગીના કેટલાંક કોલ રેકોર્ડિંગ નો પણ પર્દાફાશ કર્યો છે.આ કોલ રેકોર્ડિંગમાં દિનેશ ખંભાત આંતરારાષ્ટ્રીય સટોડિયાઓ સાથે સટ્ટાના ભાવોની વાત કરતો સાંભળવા મળે છે.જો કે દિનેશ કલગીનું 2014માં મોત થયું હતું.
અલ ઝઝીરાએની સ્ટિંગ ઓપરેશનની ડોક્યુમેન્ટ્રીને ‘ક્રિકેટર્સ મેચ ફિક્સર્સઃ ધ મુનાવર ફાઈલ્સ’ નામ અપાયું છે.આ ડોક્યુમેન્ટ્રી પ્રમાણે જે મેચો ફિક્સ થઇ હતી તેમાં સાત મેચો ઇંગ્લેન્ડના પ્લેયરો દ્રારા,5 મેચો ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ દ્રારા અને 3 મેચો પાકિસ્તાની પ્લેયરો દ્રારા થઇ હતી.
ચેનલના સ્ટીંગમાં અલ મુનાવર પત્રકારને કહી રહ્યો છે કે અમે 60થી 70 ટકા આંતરરાષ્ટ્રીય મેચ ફિક્સ કરી શકીએ છીએ. અમે માત્ર વિશ્વભરના 25થી 30 ઘણાં મોટા કસ્ટમર્સની સાથે જ ડીલ કરીએ છીએ. તેઓ દરેક મેચમાંથી 4થી 10 કરોડ રૂપિયા કમાય છે.
અલ ઝઝીરાનો દાવો છે કે 2011માં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલો લોડર્સ ટેસ્ટ અને 2011માં દક્ષિણ આફ્રિકા- ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલ કેપટાઉન ટેસ્ટ પણ શંકાના ઘેરામાં છે. ડોક્યુમેન્ટ્રીમાં 2011 વર્લ્ડ કપના પાંચ અને 2012માં શ્રીલંકામાં રમાયેલ ટી-20 વર્લ્ડ કપના ત્રણ મુકાબલામાં ફિક્સિંગનો દાવો કરાયો છે.
ચેનલના સ્ટીંગના દાવા પ્રમાણે 2012માં યુએઇમાં ઈંગ્લેન્ડ-પાકિસ્તાન વચ્ચે રમાયેલ ત્રણ ટેસ્ટમાં સફળતાપુર્વક સ્પોટ ફિક્સિંગ કરવામાં આવ્યું હતું.
જો કે આઇસીસીએ ચેનલના આ દાવાને ફગાવી દીધો છે અને ક્રિકેટમાં ભ્રષ્ટાચારના મામલાઓમાં ગંભીરતાથી નથી લેવાતા. તેમને ચેનલ પાસેથી રો ફુટેજ કોઈ પણ જાતના એડિટ વગર માંગ્યા છે.એ સિવાય ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે પણ ચેનલના સ્ટીંગને ફગાવ્યું છે.