અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપે સત્તા હસ્તગત કરી છે. પરંતુ કોંગ્રેસ વિપક્ષની ભૂમિકામાં રહેશે ત્યારે વિપક્ષના નેતા કોણ..એ પ્રશ્ને ખુદ કોંગ્રેસમાં કવાયત હાથ ધરવામાં આવી છે. જો કે કોંગ્રેસમાં સર્વંસંમતિથી એક જ નામ પસંદ કરવા અંગે અસમંજસની સ્થિતિ પ્રવર્તે છે. ત્યારે વિપક્ષના નેતા બનવા વિજેતા બનેલાં કોંગ્રેસ કોર્પોરેટરોમાં જાણે કે હોડ જામી છે.
Vaccination / કેજરીવાલ બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ લીધો
અમદાવાદ મહાનગરપાલિકામાં 48 વોર્ડની 192 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપ 160 બેઠકો સાથે સત્તાધીશ થશે. પરિણામે રોસ્ટર પ્રમાણે પ્રથમ અઢી વર્ષ માટે અનુસૂચિતજાતિના મેયર બનશે. પરંતુ વિપક્ષના નેતા કોણ બનશે? એ અંગે કોંગ્રેસમાં અટકળ તેજ બની છે. જો કે કોંગ્રેસમાં આ પ્રકારે રોસ્ટરનો કોઇ અમલ કરવાનો થતો નથી. પરંતુ 192 બેઠકોમાંથી કોંગ્રેસે 24 બેઠકો કબજે કરી છે..ત્યારે વિપક્ષના નેતા કોણ? એ પ્રશ્ન ચર્ચાની એરણે છે. જનાદેશ મુજબ અમદાવાદ કોંર્પોરેશનમાં 160 બેઠકો ભાજપ , 24 કોંગ્રેસ , 7 બેઠકો AIMIM અને 1 બેઠક અપક્ષના ફાળે આવી છે. કોંગ્રેસમાં થતી ચર્ચા મુજબ છેલ્લા ટર્મમાં વિપક્ષના નેતા તરીકે રહેલાં દિનેશ શર્માના ના-રાજીનામા પછી કોંગ્રેસે કમળા ચાવડાની વિપક્ષના નેતા તરીકે પસંદગી કરી હતી. આ ચૂંટણીમાં પણ કમળા ચાવડા બહેરામપુરાવોર્ડમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાઇ આવ્યા છે. પ્રથમ તબક્કે તેઓને વધુ સમય આપીને વિપક્ષના નેતા નિમવામાં આવવાની શક્યતા પ્રબળ બની છે.
Cricket / ચોથી ટેસ્ટનાં પહેલા દિવસે ઈંગ્લેન્ડ ઓલ આઉટ, શું ત્રીજી ટેસ્ટનું થશે પુનરાવર્તન?
આ ઉપરાંત કોંગ્રેસના સિનિયર નેતા સુરેન્દ્ર બક્ષીએ પણ અમદાવાદ-દરિયાપુર વોર્ડમાંથી પ્રતિનિધિત્વ કર્યું હતું. પરંતુ આ ચૂંટણીમાં સુરેન્દ્ર બક્ષીના સ્થાને તેમના દિકરા નિરવ બક્ષીએ ચૂંટણીજંગમાં ઝૂકાવ્યું હતું. એટલું જ નહીં નિરવ બક્ષી વિજેતા પણ બન્યા છે. ત્યારે વિપક્ષનાનેતા તરીકે નિરવ બક્ષીનું નામ પણ ચર્ચામાં છે. જો કે કોંગ્રેસમાં ચર્ચાતી વિગત મુજબ લઘુમતી કોર્પોરેટર થવાની શક્યતા નકારી શકાય એમ નથી. પરંતુ રાજકીય રણનીતિની દ્રષ્ટિએ લઘુમતીને તક આપી શકાય નહીં એ સ્થિતિનું સર્જન થયું છે. આ અંગે ચર્ચાતી માહિતી મુજબ જો લઘુમતી કોર્પોરેટરને તક આપે તો તેની વિપરિત અસર આગામી સમયમાં હવે પછી આવનારી વિધાનસભા-2022 ચૂંટણી પર પણ પડી શકે એમ છે.જેના કારણે કોંગ્રેસને રાજકીય નુક્સાન થઇ શકે એમ થવાની સંભાવના જોઇને લઘુમતી કોર્પોરેટરના સ્થાને અન્ય કોઇ કોર્પોરેટરની નિયુક્તિ થવાની સંભાવના પ્રબળ બની છે. જો કે આ સમીકરણ હાલ જો..અને…તો..ના છે. ત્યારે નવનિયુક્ત બોર્ડ મળે તે પહેલાં ભાજપ મેયર સહિતના પદાધિકારીની નિયુક્તિ કરશે તો વિપક્ષ કોંગ્રેસ પણ નેતાની પસંદગી કરશે. હવે કોણ બનશે વિપક્ષના નેતા..? જોવું જ રહ્યું.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…