લીંબુ મોંઘું, હસવું સોંઘું/ લીંબુના ભાવની ખટાશ પર ‘લોકહાસ્ય’ હસવાની નહીં ચિંતાની બાબત

કોમનમેન દરેક વાત ઉપર હસી શકે છે અને તમામ વાત હસવામાં કાઢી શકે છે. તેની પાસે બીજો ઓપશન પણ શું છે? હસવા કે હસી કાઢવા સિવાય

Mantavya Exclusive Ajab Gajab News
લીંબુ

#મોંઘા લીંબુ .. સામાન્ય માણસ ગમે તેવો મોંઘવારીનો માર સહન કરી લે છે. શું તમે ક્યારેય તેનું કારણ વિચાર્યું છે? જો નહીં તો આજે જાણી લ્યો કે સામાન્ય માણસ ગમે એટલે મોંઘવારી કેમ સહન કરી શકે છે. તેનું એક માત્ર કારણ છે કોમનમેન દરેક વાત ઉપર હસી શકે છે અને તમામ વાત હસવામાં કાઢી શકે છે. તેની પાસે બીજો ઓપશન પણ શું છે? હસવા કે હસી કાઢવા સિવાય. આ હાસ્ય વાસ્તવમાં હાસ્ય કરતાં લોકોની પીડા વધુ છે. દૈનિક ધારાવાહિક ‘તારક મહેતા કયા ઉલ્ટા ચશ્મા’માં ગોકુલધામ સોસાયટીના તમામ મેમ્બર્સ રાત્રે લીંબુ સોડા પીવા જાય છે અને ત્યાં રોજની અવનવી પરેશાની ઉપર હસે છે અથવા મજાક મજાકમાં જ તેની સામે લડવા માટે એકબીજાને હિંમત આપે છે. આ સીન ભલે એ સિરિયલનો હોય પરંતુ ગુજરાતી અને ભારતીય મધ્યમ વર્ગના પરિવારોની વાસ્તવિકતા છે. #મોંઘા લીંબુ

છેલ્લા અઠવાડિયામાં લીંબુ રૂ.400ના કિલો ભાવે વેચાય રહ્યા છે ત્યારે લીંબું ઉપયોગ ગુજરાતી મધ્યમવર્ગને પરવડે તેવો નથી જ. પરંતુ આ ગુજરાતીઓ હાર માને તેમ નથી. લીંબુ મોંઘા થયા, તેનો ઉપયોગ ઓછો થયો છતાંય હસવાનું ભૂલ્યા નથી. ક્યારેક વ્યંગમાં તો ક્યારેક પીડાને ભૂલવા માટે ગુજરાતીઓ જોક્સ બનાવી લે છે. ગુજરાતી દાળ લીંબુ વગરની બની શકે જ નહીં છતાંય લીંબુના ભાવની ખટાશે ગુજરાતીઓની દાળ ફીકી કરી પરંતુ ગુજરાતીઓનું હસવાનું મીઠું જ રહ્યું છે. વધતાં જતાં લીંબુના ભાવને સરકાર નિયંત્રણ નહી જ કરે તેવા વિશ્વાસ સાથે ગુજરાતી મધ્યમવર્ગના લોકો લીંબુ ઉપર જોક્સ બનાવવા લાગ્યા છે. વધેલા લીંબુના ભાવ ભલે ગુજરાતીઓને રડાવી રહ્યા હોય પરંતુ તે આસું ઉપર મિમ્સ બનાવીને ગુજ્જુઓ હસી રહ્યા છે. સોશિયલ મીડિયામાં #લીંબુ ટ્રેન્ડ કરી રહ્યું છે અને લીંબુ ઉપર ખૂબ રમૂજો જોવા મળી રહી છે. આવા જોક્સ એકત્ર કરીને અહી રજૂ કરાયા છે. જેથી તમે પણ લીંબુના ભાવ ઉપર થોડું હસી શકો.(તમારો બળાપો પણ કાઢી શકો) બાકી થોડા દિવસ દાળ તો ફીકી જ પીવાની છે. લીંબુ દૂધની સાથે સાથે લોકોના ખિસ્સા પણ ફાડી રહ્યું છે ત્યારે ફાટેલા ખિસ્સા લોકોનું હાસ્ય છીનવી શકયા નથી પણ લોકોનો બળાપો અને હૈયાવરાળ જોક્સ રૂપે બહાર આવી રહ્યા છે.

ધોમધખતો તાપ, પેટ્રોલ અને ડીઝલના વધેલા ભાવ અને ઉપરથી મોંઘા મોંઘા લીંબુ આમઆદમી સાથે સરકારને પણ હંફાવી દેવા સક્ષમ છે પરંતુ ગુજ્જુઓ આ બધાની સામે ટકી રહ્યા છે. તો મોંઘા લીંબુ ઉપર તમે પણ થોડું હસી લો, લીંબુના ભાવને થોડું કોસી લો અને પછી તૈયાર થઈ જાઓ મોંઘવારી સામે ઝઝૂમવા માટે. કારણકે મોંઘવારી તો વધવાની જ. આખરે મોંઘવારીનો વિકાસ ચાલી રહ્યો છે…. જેમ લીંબુના ભાવનો વિકાસ થઈ રહ્યો છે એમજ. સરકાર અને લીંબુનું વર્તન એક જ બની કહી રહ્યું છે, ‘પહેલા તમે મને નીચોવતા હતા, હવે હું તમને નીચોવીશ.’

લીંબુ વિશે વાયરલ થતાં જોક્સ

 

લીંબુ

 

લીંબુ

 

લીંબુ

 

લીંબુ

 

લીંબુ

 

લીંબુ

લીંબુ

લીંબુ

લીંબુ

 

લીંબુ

લીંબુ

લીંબુ

લીંબુ

  • હે દોસ્ત, ન કર દાવો ગરીબ હોવાનો, મેં તને જોયો છે, લીંબુવાળી સોડા પીતા..
  • ‘નજર ઉતારવાની ચીજોને નજર લાગી; લીલા મરચાં દોઢસોના કિલો, લીંબું 15નું એક’
  • સાલું, સમજાતું નથી કે લીંબુ સરબત પીવાનું કે સફરજનનું મિલ્કશેક..

લીંબુ

  • ભાઇ, એ વિચારું છુ કે, આઇપીઓ ભર્યા, એના કરતાં લીંબુ ભરી દીધા હોય તો સારું હતું..
  • મેરે પાસ ગાડી હૈં, બંગલા હૈં, બેંક બેલેન્સ હૈં. તેરે પાસ ક્યા હૈં..: મેરે પાસ લીંબુ હૈં…
  • ભાઇ, એક લીંબુ કેટલાનું?? બકાલી : એક લીંબુંના 15 રૂપિયા.
  • બેન: ઊભા રહ્યો, હું અંદરથી દાળનું કૂકર લઇને આવું છું. એમાં 3 રૂપિયાનું નિચોવી દયો ને..

લીંબુ

  • બજારમાં લીંબુ કરતાં સફરજન સસ્તા થઇ ગયા છે.
    -શાકમાં મીઠું અને મરચું માપમાં પણ લીંબુ ત્રેવડ મુજબ
    -પેટ્રોલ અને ડીઝલના ભાવને ટક્કર મારતો એક માત્ર વિકલ્પ એટલે લીંબુ
    -199 ના એક પિત્ઝા ખાતી યુવા પેઢીને 200 ના કિલો લીંબુ મોંઘા લાગે છે.
    લીંબુ

આ પણ વાંચો :14 એપ્રિલ કે 17 એપ્રિલ નહીં… રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આ તારીખે લેશે ફેરા સાત