Surat News: લાકડાની દાણચોરી પર બનેલી અલ્લુ અર્જુનને ચમકાવતી પુષ્પા ફિલ્મ તો બધાએ જોઈ જ હશે. પણ દક્ષિણ ગુજરાતમાં તો આ ફિલ્મને પણ ટક્કર મારે તેવા લાકડા ચોરીના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સુરત વનવિભાગની માંડવી દક્ષિણ રેન્જે લાકડાની ચોરીના રૂ. 5.13 કરોડથી પણ વધુ રકમના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં ફક્ત સુરત જ નહીં નર્મદા, દાહોદ, ભરૂચ, વલસાડ, નવસારી, ડાંગમાંથી પણ જંગલની અનામત કેટેગરીમાં આવતા ખેરના લાકડાની ચોરી કરવામાં આવતી હતી.
ફક્ત ટ્રક ડ્રાઇવરની પૂછપરછના આધારે સુરતના માંડવીના વનવિભાગે મધ્યપ્રદેશના અલીરાજપોરમાં દરોડા પાડીને 5.13 કરોડ રૂપિયાનું 2,055 મેટ્રિક ટનનું લાકડું કબ્જે કર્યું હતું. આ ચોરાયેલા લાકડાનો સંગ્રહ કરનારા ડેપો મેનેજરની ધરપકડ કરવામાં આવી છે.
સુરતના માંડવી દક્ષિણ રેન્જ કાર્યક્ષેત્રમાં 16 જૂને વહેલી સવારે લાકડા ભરેલી ટ્રક ઝડપાઈ હતી. ટ્રકની તપાસ કરતા તેમાથી ખેરના લાકડા મળી આવ્યા હતા. અનામત વૃક્ષોના લાકડા ટ્રક ભરીને મળતા વનવિભાગના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. ટ્રક ડ્રાઇવર પાસેથી કોઈપણ પ્રકારનો પાસ કે પરમિટ ન મળતા તેમને કેસ શંકાસ્પદ લાગ્યો હતો. તેની પૂછપરછ કરતાં વનવિભાગના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. તેની કબૂલાતના આધારે તેઓને ખબર પડી કે દક્ષિણ ગુજરાતનું લાકડું મધ્યપ્રદેશના અલીરાજપુર લઈ જઈને ત્યાંથી તેનો વહીવટ થતો હોવાનો પર્દાફાશ થયો હતો. તેના પગલે પોલીસે અલીરાજપુરમાં દરોડો પાડીને આ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
સુરત વનવિભાગની સાથે સુરત પોલીસ પણ હવે આ કૌભાંડના અંકોડા મેળવવામાં લાગી ગઈ છે. આના પગલે આજ સુધી દક્ષિણ ગુજરાતમાં ગયેલી લગભગ બધી લાકડાની ટ્રકોનો રેકોર્ડ મેળવવામાં આવનાર છે. તેના પગલે અત્યાર સુધી આ રીતે લાકડા કેટલા ગયા તેની જાણકારી મેળવવામાં આવનાર છે.
આ પણ વાંચો:ગુજરાતમાં મેઘરાજા મન મૂકી વરસ્યા, ખેડૂતોમાં ખુશીની લહેર
આ પણ વાંચો: અમદાવાદમાં આવ્યો વાતાવરણમાં પલટો, રાજ્યમાં વરસાદની લહેર
આ પણ વાંચો: રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ખંભાળિયામાં ભારે વરસાદ