અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ સત્તા સંભાળ્યા બાદ ફેસબુક તાલિબાનને પ્રોત્સાહન આપતા કન્ટેન્ટને તેના પ્લેટફોર્મ પરથી દૂર કરી રહ્યું છે. ફેસબુકની ફોટો શેરિંગ એપ ઇન્સ્ટાગ્રામનાં વડા એડમ મોસેરીએ બ્લૂમબર્ગ ટેલિવિઝનને આપેલા ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, તાલિબાન કંપનીની ખતરનાક સંસ્થાઓની યાદીમાં છે અને તેથી ગ્રુપને પ્રોત્સાહન કે પ્રતિનિધિત્વ કરતા કોઈપણ કન્ટેન્ટ પર પ્રતિબંધ છે.
આ પણ વાંચો – ક્યાં કડક નિયંત્રણો ? / આસામમાં 18 ઓગસ્ટથી આસામમાં નાઇટ કર્ફ્યુ,મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આપી ચેતવણી
આપને જણાવી દઇએ કે, સોશિયલ મીડિયા કંપની ફેસબુકે તેના પ્લેટફોર્મ પર તાલિબાનને આતંકવાદી ગ્રુપ તરીકે નિયુક્ત કર્યુ છે. આ સિવાય ફેસબુકે તાલિબાન કન્ટેન્ટ પર પણ પ્રતિબંધ મુક્યો છે. અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા સંભાળ્યા બાદ ફેસબુકે આ નિર્ણય લીધો છે. ફેસબુક તાલિબાનને પ્રોત્સાહન આપતી કન્ટેન્ટને પણ તેના પ્લેટફોર્મ પરથી ઝડપથી દૂર કરી રહ્યું છે. ફેસબુક ઇન્કનાં એક્ઝિક્યુટિવે એમ પણ કહ્યું છે કે કંપની તાલિબાનને તેના પ્લેટફોર્મ પરથી સક્રિય રીતે પ્રોત્સાહન આપતી કન્ટેન્ટને ઝડપથી દૂર કરવા માટે કામ કરી રહી છે. ફેસબુકે તાલિબાનને તેના પ્લેટફોર્મ પર આતંકવાદી ગ્રુપ તરીકે નિયુક્ત કર્યા છે, પરંતુ તાલિબાનનાં સભ્યોએ કથિત રીતે ફેસબુકની એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ સર્વિસ વોટ્સએપનો ઉપયોગ અફઘાન સાથે સીધી વાતચીત કરવા માટે કરવાનું ચાલુ રાખ્યુ છે. જ્યારે ફેસબુકે ખતરનાક સંગઠનો સામે નિયમો હેઠળ પ્રતિબંધ મૂક્યો છે.
આ પણ વાંચો – ક્યાં કડક નિયંત્રણો ? / આસામમાં 18 ઓગસ્ટથી આસામમાં નાઇટ કર્ફ્યુ,મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આપી ચેતવણી
ફેસબુક ઇન્ક (FB.O) નાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કંપની દેશની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. ફેસબુકે કહ્યું, અમે વોટ્સએપનાં ઉપયોગ પર પણ નજર રાખી રહ્યા છીએ. જો અમને લાગશે કે કોઈ પણ એકાઉન્ટ અવરોધિત કરવાની જરૂર છે અથવા કોઈ પગલાં લેવાની જરૂર છે, તો તે પણ કરીશું. ફેસબુકની ફોટો શેરિંગ એપ ઇન્સ્ટાગ્રામનાં વડા એડમ મોસેરીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે તાલિબાન કંપનીની ખતરનાક સંસ્થાઓની યાદીમાં છે. એટલા માટે અમે ગ્રુપને પ્રોત્સાહન કે પ્રતિનિધિત્વ કરતી કોઈપણ કન્ટેન્ટ પર પ્રતિબંધ મૂકી રહ્યા છીએ. કાબુલની રાજધાની તાલિબાને કબ્ઝે કર્યા બાદ હજારો લોકો અફઘાનિસ્તાનથી ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે, તાલિબાન અધિકારીઓએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, તેઓ શાંતિપૂર્ણ આંતરરાષ્ટ્રીય સંબંધો ઇચ્છે છે અને તેમણે અફઘાનની સુરક્ષા કરવાનું વચન આપ્યું છે. વળી, અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે, તે અફઘાનિસ્તાનથી તેમના દળો પાછા ખેંચી લેશે. અમેરિકાએ સોમવારે પણ કહ્યું છે કે અમે એરપોર્ટને સુરક્ષિત કરવામાં રોકાયેલા છીએ. વળી, અમે અમેરિકન નાગરિકો તેમજ સ્થાનિક કર્મચારીઓની સુરક્ષા માટે પગલાં લઈ રહ્યા છીએ.