@ભાવેશ રાજપુત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ
અમદાવાદ શહેરમાં પોલીસની ઓળખ આપીને લોકો પાસેથી પૈસા પડાવતા શખ્સોનો રાફળો ફાટ્યો હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. થોડા દિવસો પહેલા જ ક્રાઇમબ્રાંચે SRP જવાનને પોલીસની ખોટી ઓળખ આપી હોટલમાંથી નિકળતા કપલ પાસેથી પૈસા અને દાગીનાં પડાવતા શખ્સની ધરપકડ કરી હતી ત્યારે સરખેજમાં લેબર કોન્ટ્રાક્ટરનું કામ કરતા હોરીલાલા મોર્ય નામનાં કોન્ટ્રાક્ટરને ક્રાઇમબ્રાંચની ઓળખ આપી ખોટા કેસમાં ફસાવાની ધમકી આપી લૂંટી લેવાયા હોવાની ઘટના બની છે.
અમદાવાદમાં રહેતા અને RCC લેબર કોન્ટ્રાક્ટનું કામ કરતા હોરીલાલ મોર્ય મકરબા પેટ્રોલપંપથી વેજલપુર પોતાના ઘર તરફ જઇ રહ્યા હતા, તે સમયે બાઇક પર આવેલા બે સહીત 3 અજાણ્યા ઇસમોએ ટોરેન્ટ પાવર હાઉસ પાસે તેઓને રોકી ક્રાઇમબ્રાંચની ઓળખ આપીને પોલીસ સ્ટેશન લઇ જઇ ખોટા કેસ કરવાની ધમકી આપી બાઇકની ચાવી લઇને મરકબા ઓડાનાં મકાનમાં લઇ ગયા, જ્યાં એટીએમમાં બેંક બેલેન્સ ચેક કરાવીને 66 હજાર રૂપિયા પડાવી લીધા.
યુવકને પોતાની સાથે ઠગાઇ હોવાનું ધ્યાને આવતા તેણે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સરખેજ પોલીસે આ મામલે ત્રણ આરોપીઓની અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…