બિહારના દરભંગાથી દિલ્હી આવી રહેલા પ્લેનમાં બોમ્બ હોવાનો કોલ બુધવારે દિલ્હી એરપોર્ટ પર આવ્યો હતો. પ્રોટોકોલ મુજબ તમામ સાવચેતીઓ લેવામાં આવી હતી અને વિમાનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આમાં કશું જ શંકાસ્પદ મળ્યું નથી. પોલીસ ફોન કરનારને શોધી રહી છે.
આ પહેલા ઓગસ્ટમાં દિલ્હી-પુણે ફ્લાઈટમાં બોમ્બ હોવાના સમાચાર આવ્યા હતા. એરપોર્ટ પર વિસ્તારાની ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી. બોમ્બ મુકાયો હોવાની માહિતી મળતા જ મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો.
કોલ મળતાની સાથે જ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી. તે જ સમયે, વિસ્તારા એરલાઇનની દિલ્હી-પુણે ફ્લાઇટમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાના સમાચાર અફવા સાબિત થયા. તપાસ બાદ પ્લેનમાં કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી નથી.