ભારતીય જનતા પાર્ટી હંમેશાથી કોંગ્રેસ ઉપર પરિવારવાદનો આક્ષેપ કરતી આવી છે. અને ભાજપમાં પરિવારવાદ ને ક્યાય પણ સ્થાન નહિ હોવાના ગાણા ગાતી આવી છે. ત્યારે હવે આજ ભાજપમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરિવાર વાળ સામે આવી ને ઉભો છે. કોઈ એ પોતાના દીકરા માટે તો કોઈ એ પોતાની બહેન માટે તો કોઈએ પુત્રવધુ માટે ટીકીટ માંગી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમામ પક્ષો વતી તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે હવે તીત્કીતની વહેચણીની તારીખ પણ નજીક આવતી જાય છે તેમ ભાજપમાં કેટલાક સીનીયર નેતાઓએ પોતાના પરિવાર માટે લોબિંગ શરુ કર્યું છે. રાજકોટ, વડોદરા, અમદાવાદ જેવા કેટલાક શહેરોમાં ભાજપના સીનીયર નેતાઓએ પોતાના પરિવાર માટે ટિકિટ માંગી છે. જેમાં કેબિનેટ મંત્રી સહિતના કેટલાક નેતાઓએ પોતાના પરિવાર માટે ટિકિટ માંગી છે.
ટીકીટ માંગનારા નેતા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેબીનેટ મંત્રી કુંવરજી બાવળિયા, ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પોતાના સગા માટે ટિકિટ માંગી છે. તો લાભુ ખીમાણિયા, શૈલેષ સોટ્ટા અને અમદાવાદના પૂર્વ મેયર એ પણ પોતાના સગા માટે ટિકિટ માંગી છે. અમદાવાદ મનપાના ભાજપના નેતા ભૂષણ ભટ્ટે પોતાના પુત્ર જૈવલ માટે ટિકિટ માંગી છે. તો પૂર્વ મેયર અમિત શાહે પુત્ર સન્ની શાહ માટે ટિકિટ માંગી છે.
રામ મંદિર / યોગી આદિત્યનાથના ગોરક્ષપીઠે રામ મંદિર નિર્માણ માટે આપ્યું આટલાં કરોડનું દાન
Political / અયોધ્યા મસ્જિદમાં નમાઝ અદા કરવી ‘હરામ’ છે, કોઈએ દાન ન આપવું : ઓવૈસીનું વિવાદિત નિવેદન
Political / ‘આપ’ હવે યુપી, ગુજરાત સહીત છ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી લડશે : અરવિંદ કેજરીવાલની સ્પષ્ટતા
અભિભાષણ / પીએમ મોદીએ કહ્યું – વાયરસ હોય કે પછી સીમા વિવાદ, ભારત દરેક પડકારોનો સામનો કરવા તૈયાર છે
Arvalli / મોડાસા શહેર કોંગ્રેસમાં ગાબડું, મોટી સંખ્યામાં કાર્યકર્તા જોડાયા AIMIMમાં…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…