અભિનેતાથી નેતા બનેલા પવન કલ્યાણની ફિલ્મ ‘વકીલ સાબ’નાં ટ્રેલરનાં રિલીઝ દરમિયાન, વિશાખાપટ્ટનમનાં સંગમ શરથ થિયેટરમાં તેમના ચાહકોનાં મોટા ટોળો એકઠા થઈ ગયા હતા. તે દરમિયાન થિયેટરમાં આ ટ્રેલર જોવા ભીડ બેકાબુ બની ગઇ હતી, અને જોત જોતામાં એવા દ્રશ્યો સામે આવ્યા જે જોઇને તમે પણ ચોંકી ઉઠશો.
બોલિવૂડ પાર્ટી / હોળી પર સારા અલી ખાને પિતા સૈફના ઘરે કરી પૂલ પાર્ટી, વ્હાઇટ બિકીનીમાં તસવીર થઇ વાયરલ
જી હા, માત્ર એક ટ્રેલર જોવા ભેગી થયેલી ભીડે ધક્કા-મુક્કી કરી અને થિયેટરનાં કાચ તોડી નાખ્યા હતા. આ ટ્રેલર 29 માર્ચે સાંજે 4 વાગ્યાની આસપાસ તેલુગુ રાજ્યોનાં કેટલાક થિયેટરોમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. સુપરસ્ટારનાં ચાહકો અને ફોલોવર્સ બપોરે 2 વાગ્યા સુધી થિયેટર પહોંચ્યા અને ફિલ્મનાં ટ્રેલર રિલીઝ પર ત્યાં પૂજા-અર્ચના કરી અને તેના ફોટા ઉપર નાળિયેર ચઢાવ્યુ હતુ.
https://twitter.com/ANI/status/1376710765843861506?s=20
બોલિવૂડ હોળી / મલાઇકા અરોરા અને અર્જુન કપૂરે મનાવી અનોખી રીતે હોળી, મલાઇકાને મળી ગિફ્ટ, જુઓ તસવીર
આ દરમિયાન થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી, જેનાથી થિયેટરનો કાચ તૂટી ગયો અને કેટલાક લોકો તેના પર પડી ગયા હતા, પરંતુ તે પછી પણ ચાહકો અટક્યા નહીં અને ટ્રેલર જોવા માટે અંદર ગયા. ફિલ્મ નિર્માતાઓએ હોળી પર ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવાનું નક્કી કર્યું હતું અને સુપરસ્ટારનાં ચાહકોએ આ પ્રસંગની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. આપને જણાવી દઈએ કે, પવન કલ્યાણ તેની ફિલ્મ ‘વકીલ સાબ’ સાથે બે વર્ષનાં વિરામ બાદ પુનરાગમન કરી રહ્યો છે, તેની આ ફિલ્મ અમિતાભ બચ્ચનની હિટ ફિલ્મ ‘પિંક’ ની તેલુગુ રિમેક છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…