દિલ્હી ખેડૂત આંદોલનના આંદોલનકારી નેતા રાકેશ ટિકેત આવતીકાલથી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. ખેડૂત નેતા રાકેશ ટિકેત આવતીકાલે (4 એપ્રિલ) બનાસકાંઠામાં મા અંબાના દર્શન કરીને આંદોલન કરવાના છે. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી છે ખેડૂતોના વિવિધ પ્રશ્નો મામલે પણ અગાઉ સરકારમાં અનેકવાર રજૂઆત કરી હોવા છતાં પણ કોઇ ઉકેલ આવતાં નથી. ત્યારે આવા ખેડૂતોની વેદના પણ આંદોલનકારી નેતા રાકેશ ટિકૈત સાંભળશે. હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. રાકેશ ટીકેતનો ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ સત્તાવાર રીતે જાહેર થઈ ચૂક્યો છે.સંયુક્ત કિસાન મોરચાની પ્રેસ કોન્ફરન્સ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. કે, ખેડૂત નેતા રાકેશ ટિકૈત ગુજરાત આવશે. રાકેશ ટિકૈત 2 દિવસીય ગુજરાત પ્રવાસે આવશે. રાકેશ ટિકૈત 4 અને 5 એપ્રિલના રોજ ગુજરાતના પ્રવાસે છે જેમાં ટિકૈત 4 એપ્રિલના અંબાજી દર્શન કરી પ્રવાસની શરૂઆત કરશે. રાકેશ ટિકૈત પાલનપુર ખાતે કિસાન સંમેલન યોજશે.આ અંગે કોંગ્રેસના નેતા અમિતચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને લોક ઉપસ્થિત મીડિયાને સંબોધન કર્યું હતું.
શું છે ટિકેતનો સત્તાવાર કાર્યક્રમ
1.સત્તાવાર કાર્યક્રમ પર નજર કરીએ તો આવતીકાલે 4 તારીખે 12.30 કલાકે ટીકેત કરશે અંબાજી માતાના દર્શન,12.45 કલાકે અંબાજીમાં કિસાનોનું ટીકેત કરશે અભિવાદન,2.30 કલાકે પાલનપુરમાં કિસાનો સાથે ટીકેત કરશે કિસાન સંવાદ,સાંજે 5 કલાકે ટીકેત ઊંઝા ઉમિયા માતાના કરશે દર્શન.
2.જ્યારે આગામી 5 તારીખે 10 કલાકે ટીકેત કરમસદ સરદાર પટેલ ના નિવાસ સ્થાને જશે,11 કલાકે છાની વડોદરા ગુરુદ્વારાના કરશે દર્શન.,3 કલાકે બારડોલીના સ્વરાજ આશ્રમ ખાતે કિસાનો સાથે કરશે સંવાદ,
3.અને ત્યાર પછીથી ટિકૈત ઊંઝામાં ઉમિયા માતા મંદિરે પણ શિશ ઝુકાવશે અને 5 એપ્રિલના ગાંધી આશ્રમની મુલાકાત લેશે. રાકેશ ટિકૈત 5 એપ્રિલના કરમસદ સરદાર સ્મારકની પણ મુલાકાત લેશે અને બારડોલીમાં કિસાન સંમેલન પણ સંબોધશે.
દિલ્હીમાં ત્રણ કૃષિ કાયદાને રદ કરવાની માંગ સાથે છેલ્લા કેટલાંક મહિનાથીઓથી આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે આગામી એપ્રિલ મહિનામાં ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટીકૈતનો પ્રવાસ ગોઠવાતા રાજ્ય સરકારની ઉંઘ ઉડી ગઈ છે.આવતીકાલે રાકેશ ટિકૈત ગુજરાત આવશે ત્યારે આબુ રોડથી ટ્રેક્ટર યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરશે. કિસાન સંઘર્ષ મંચની ટ્રેક્ટર યાત્રાને કોંગ્રેસનું સમર્થન પહેલાથી મળી ગયું છે. હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ પણ ટ્રેક્ટર યાત્રામાં જોડાશે. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખેડૂતોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે, ખેડૂતોને વાત કરતા અટકાવાય છે. પરંતુ અમારું ખેડૂત હિતની વાત કરનારાને સમર્થન હંમેશાં છે.
આજે આ સંદર્ભે કોંગ્રેસના અમિત ચાવડાએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોને લઈને ભાજપ સરકાર જે 3 કાયદા લાવી છે તે ખેડૂત, ખેતીને બરબાદ કરનાર છે. કિસાન કાયદાને લઈને જે વાતાવરણ ઉભું થયું છે, તે ખુબજ ખરાબ છે. કોંગ્રેસ હંમેશાં ખેડૂતોના હિતમાં વાત કરે છે. ખેડૂત આંદોલનમાં કોંગ્રેસ તેમની સાથે છે. હવે ગુજરાતમાં આવતીકાલે કિસાન આંદોલન છે. ખેડૂત વિરોધી નીતિઓને લઈને 3 કાળા કાયદા લાવવામાં આવ્યા છે, જેમાં ખેતી, ખેડૂત બરબાદ થઇ જવાનો ડર છે અને નફાખોરી થવાની છે. કાળા કાયદાનો વિરોધ લોકો કરી રહ્યા છે.
વધુમાં ચાવડાએ જણાવ્યું હતું કે ભાજપ દ્વારા 27 સપ્ટેમ્બરના રોજ બહુમતીના જોરે બિલ લાવવામાં આવ્યું, પણ દેશ અને દેશના ભવિષ્યને બચાવવા માટે નવેમ્બરથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. 250 જેટલા ખેડૂતો અત્યાર સુધી શહીદ થયા છે. તેમ છતાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હજુ સુધી યોગ્ય નિર્ણય લાવી શકી નથી. દેશમાં અંગ્રેજોનું શાસન હતું ત્યારે કમ્પનીનું રાજ હતું. લોકો પર અત્યાચાર થતા, અત્યારે તમામ લોકોને વિરોધ કરવાનો અધિકાર મળ્યો છે. પરંતુ ગુજરાતમાં કોઈ આંદોલન ના કરી શકે. રોજગાર માટે ના લડી શકે, ખેડૂત લડી ના શકે તેવી સ્થિતિ કરી દીધી છે. ખેડૂત સંગઠનો દ્વારા પ્રેસ કરવામાં આવી તેમ છત્તા ખેડૂત આગેવાનોની ધરપકડ કરવામાં આવી. સરકારી ભાષણ, રેલીઓ, ચૂંટણીઓમાં કોરોના નડતો નથી, પરંતુ પ્રજાની સુખાકારીના નિર્ણયોમાં નડે છે. ખેડૂતો હક અને અધિકાર માટે આંદોલન ચલાવી રહ્યા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…