કમોસમી વરસાદથી મગફળી તથા ઘાંસચારો સડી જવાથી પાડોદર ગામના ખેડુત ધનાભાઈ ડેર પોતાના આઠ વિઘા ખેતરના મગફળીના પથારા સળગાવી દીધા છે.
સમગ્ર સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદના કારણે ખેડુતોની ખેત પેદાશોમાં મોટાપાયે નુકસાન થયું છે ત્યારે કેશોદ તાલુકામા લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઇ છે છતા ખેડૂતોને નુકશાન થયેલ ખેત પેદાશોનુ વળતર મળેલ નથી તેમજ પ્રધાનમંત્રી ફસલ વિમા યોજનામાં ખેડુતોએ પ્રીમિયમ ભરેલ હોવા છતાં ખેડુતોને પાક વીમા સહાય ચુકવવામાં આવી નથી કેશોદ તાલુકાના અનેક ગામોમાં ખેત પેદાશો સદંતર નિષ્ફળ થઈછે
ત્યારે ખેડુતોએ આખુ વર્ષ મગફળીના વાવેતર ખાતર બીયારણ જંતુનાશક દવા સહીત મોટા ખર્ચાઓ અને મહેનત કરી હતી જે ખર્ચાઓ પણ ખેડુતો કરી ચુક્યાછે અને ખેડૂતોને પડ્યા માથે પાટુ પડતા ખેત પેદાશોમાં મોટાપાયે નુકસાન થયું છે ત્યારે કેશોદ તાલુકાના અનેક ગામોમા ખેત પેદાશો સદંતર નિષ્ફળ થઈ ચુકી છે. ઘાંસચારો પણ સડી જતા ખેડુતોને પશુઓ માટે ઘાસચારાનો મોટો પ્રશ્ન ઉભો થયો છે તો બીજી તરફ ખેતરોમાં મગફળીના પથારા તથા ભર પડેલ હોય જેમાં મગફળીમાં દોડવા ન હોય તેમજ ઘાંસચારો સળી જતા મજૂરી પણ પરવડતી ન હોવાથી પાડોદર ગામના ધનાભાઈ મેણસીભાઈ ડેર નામના ખેડુતે પોતાના આઠ વિઘા જમીનમાં પડેલ પાથરા તથા ભર ગત રાત્રીના સળગાવી દીધા હતા
ખેડુતોની પરિસ્થિતિ કફોળી બની છે. લીલો દુષ્કાળ જાહેર કરી ખેડુતોને પાક વીમો ચુકવવામાં આવે તેવી માંગ સાથે જન અધિકાર મંચ પ્રદેશ પ્રમુખ આંદોલનકારી પ્રવિણ રામની આગેવાનીમાં ભવ્ય રેલીનુ આયોજન થનાર છે જે બાબતે ગામડાઓમાં કિશાન વેદના રેલીના આમંત્રણ આપવા ગામડાના પ્રવાસે આંદોલનકારી પ્રવીણ રામને ખેડુતોએ ખેડુતોની વેદના ઠાલવી હતી, અને ખેતરોમાં નિષ્ફળ થયેલ ખેત પેદાશોના નિકાલ માટે મજુરી ચુકવી ન શકતા ખેડુતે મગફળીના પાથરા તથા ભર સળગાવી દીધા હતા જે ખેડુતની સ્થળ પર મુલાકાત લીધી હતી અને ખેડુતોની વેદના સાંભળી પ્રતિક્રિયા આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.