Banaskantha News : બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી વચ્ચે ખેડૂતોએ ઉનાળો પાકોનું વાવેતર કર્યું છે જોકે ખેડૂતો માટે નવી મુસીબત સામે આવી છે.પાલનપુર નાં ગઢ પંથક નાં ખેડૂતોએ ઉનાળુ બાજરીનું વાવેતર કર્યું છે. જોકે બાજરીનો પાક તૈયાર થયો છે ત્યારે જ બાજરીના પાકમાં પહેલીવાર ઇયળોનો ઉપદ્રવ જોવા મળ્યો છે જેને કારણે ખેડૂતોનો તૈયાર પાક નષ્ટ થવાની ભીતિ સેવાઈ રહી છે. બાજરીનો પાક એવો હોય છે જેમાં કોઈ દવાનો છંટકાવ કરવો પણ મુશ્કેલ હોય છે. જેના કારણે ખેડૂતો હવે ઇયળના ઉપદ્રવને લઈને મુશ્કેલીમાં મુકાયા છે.
બનાસકાંઠા જિલ્લા નાં ખેડૂતો એક બાદ એક આફતો નો સામનો કરી રહ્યા છે..શિયાળુ સીજન માં પણ દિવેલા પાક માં ઈયળ નો ઉપદ્રવ આવતા ખેડૂતો ને મોટું નુકશાન થયું હતું.જોકે ત્યાર બાદ ઉનાળુ સીજન નું ખેડૂતો એ વાવેતર કર્યું ત્યારે થોડા દિવસ પહેલા વાવાઝોડા અને વરસાદ થી બાજરી પપૈયા નાં પાકો ને નુકશાન થયું.. ત્યારે હવે બાજરી નાં તૈયાર પાકો માં ઈયળો નો ઉપદ્રવ આવતા ખેડૂતો ને પાક બચાવવો મુશ્કેલ બન્યો છે..
પાલનપુર પંથક માં એક તરફ પાણીની તંગી છે..કેનાલો માં પાણી બંધ કરાયું છે .હજુ બાજરી નાં પાક માટે પાણી ની જરૂરિયાત છે.. ત્યારે ખેડૂતો હાલ બાજરી નાં પાક માટે 200 રૂપિયા કલાકના ખર્ચીને પાણી લાવીને બાજરી માટે પાણી પિયત કરી રહ્યા છે. જોકે આજ બાજરી ના તૈયાર પાક માં ઇયળોનો ઉપદ્રવ આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે..બાજરી ના પાક માં દવા છંટકાવ કરવો પણ મુશ્કેલ હોય છે..ત્યારે ખેડૂતો નાં આ તૈયાર પાક ઈયળો નાં ઉપદ્રવ ને લઇ નષ્ટ થઈ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.
જોકે ઈયળો નાં ઉપદ્રવ ને લઇ જિલ્લા ખેતીવાડી ઇન્ચાર્જ અધિકારી નું કહેવું છે કે બાજરી ના પાક માં ઈયળો નો ઉપદ્રવ જોવા મળ્યો છે.જેના માટે દવાના ડ્રોપ આપી શકાય છે ..તેમજ પક્ષીઓ વધારે આવે અને ઈયળો ને ખાઈ જાય તેમાટે મમરા નો છંટકાવ કરવા અને નીમ ઓઇલ નો પણ છંટકાવ કરવા નું પણ અધિકારી કહી રહ્યા છે જોકે ખેડૂતો માટે હાલ બાજરી નો તૈયાર પાક બચાવવો મુશ્કેલ બન્યો છે.
આ પણ વાંચો: ‘ભગવાન જગન્નાથ PM મોદીના ભક્ત’ નિવેદનનો વીડિયો વાયરલ થતા ભાજપ નેતા સંબિત પાત્રાએ માંગી માફી
આ પણ વાંચો: મનીષ સિસોદિયાની જામીન અરજી પર આજે દિલ્હી હાઈકોર્ટમાં ચુકાદો
આ પણ વાંચો: PM મોદી અને રાહુલ ગાંધી સહિત દિગ્ગજ નેતાઓએ રાજીવ ગાંધીને આપી શ્રદ્ધાંજલિ