કૃષિ કાયદા વિરુધ વિરોધ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના 3 દિવસીય પ્રદર્શનના અંતિમ દિવસે પક્ષના વડા અને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર લોકશાહી નિયમો અને સંઘીય બંધારણનું પાલન કરતી નથી. નવા સંસદ ભવનની ટીકા કરતા મમતાએ કહ્યું કે નવા સંસદ ભવનની જરૂર નથી. આ નાણાં હમણાં ખેડુતોને આપવા જોઈએ.
કોલકાતામાં ટીએમસીના વિરોધના ત્રીજા અને અંતિમ દિવસે પક્ષના વડા મમતા બેનર્જીએ કહ્યું કે તેઓ ખેડૂત આંદોલનને લુભાવા માટે નોટંકી.. તેઓ કહેશે કે પાકિસ્તાન આપણા પર હુમલો કરી રહ્યું છે… તેઓએ વિરોધ – પ્રદર્શનને રોકવા માટે આવી ઘણી રમતો રમશે.
પીએમ કેર્સ ફંડ અંગે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા મમતા બેનર્જીએ કહ્યું કે પીએમ કેર્સ ફંડનું શું થયું. આ ભંડોળનું ઓડિટ કેમ ન કરાયું?
રાજધાની નવી દિલ્હીમાં બનાવવામાં આવી રહેલા નવા સંસદ ભવનની યોજનાની ટીકા કરતા મમતાએ કહ્યું કે નવા સંસદ ભવનની જરૂર નથી. આ નાણાં હમણાં ખેડુતોને આપવા જોઈએ.
ટીએમસીના કૃષિ કાયદાના વિરોધના ત્રીજા અને અંતિમ દિવસે મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કહ્યું કે ‘હું આરએસએસને હિંદુ ધર્મનો ધારક માનતી નથી, અમે ગાંધીજીના હત્યારાઓને અનુસરતા નથી. આપણે સ્વામી વિવેકાનંદના હિન્દુ ધર્મનું પાલન કરીએ છીએ.
તેમણે કહ્યું કે આ રીતે હિટલર હિટલર બની ગયા. તેઓ દરેક વસ્તુની યોજના કરી રહ્યા છે, તેમની પોતાની વિડિયોઝ રેકોર્ડ કરી રહ્યાં છે અને મીડિયામાં મોકલી રહ્યા છે અને મીડિયા આખો દિવસ તેમને ચલાવી રહ્યો છે. આ તેમનો અવાજ નથી. તેઓ બધાની ખરીદેલા છે.
લિયાદ ગામે રાત્રી દરમિયાન વીજ તંત્ર ટાટકિયું, લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ
રામોલમાં અસામાજીક તત્વોનો ફરી આતંક, જુઓ વિડિયો
આત્મીય હોસ્પિટલ કરાઈ સીલ, કોરોના પ્રોટોકોલનું પાલન ન કરવા પર કાર્યવાહી
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…