કૃષિ આંદોલન/ “સુટ બૂટમાં ફરતાં મિત્રોનું દેવું માફ… ધરતીપુત્રની મૂડી સાફ”: રાહુલ ગાંધીનો સરકાર પર તંજ

“સુટ બૂટમાં ફરતાં મિત્રોનું દેવું માફ… ધરતીપુત્રની મૂડી સાફ”: રાહુલ ગાંધીનો સરકાર પર તંજ

Top Stories India
corona ૧૧૧૧ 29 "સુટ બૂટમાં ફરતાં મિત્રોનું દેવું માફ... ધરતીપુત્રની મૂડી સાફ": રાહુલ ગાંધીનો સરકાર પર તંજ

કૃષિ કાયદાની વિરુદ્ધ 50 થી વધુ દિવસથી ખેડુતો દિલ્હીની સરહદ પર છે. વિરોધ કરી રહેલા ખેડુતો કૃષિ કાયદા રદ કરતા સિવાય બીજો કોઈ જ વિકલ્પ માટે તૈયાર નથી.

એક તરફ કેન્દ્રના કૃષિ કાયદા સામે ખેડૂત વિરોધ પ્રદર્શન પર બેઠા છે, બીજી તરફ વિરોધી પક્ષો, ખાસ કરીને કોંગ્રેસ સરકાર પર સતત પ્રહાર કરી રહી છે. કોંગ્રેસએ ફરી એકવાર કૃષિ કાયદા પાછા ખેંચવાની માંગ પર મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકાર પર કેટલાક મૂડીવાદીઓનું દેવું માફ કરવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ધરતીપુત્રની મૂડી સાફ કરવામાં વ્યસ્ત છે.

રાહુલ ગાંધીએ સોમવારે એક ગ્રાફિક્સ શેર કરી ટ્વીતમાં લખ્યું છે કે,  પોતાના સૂટ-બૂટ પહેરેલા મિત્રોનું 875,૦૦૦ કરોડનું દેવું  માફ કરવાવાળી મોદી સરકાર ધરતી પુત્રની મૂડી  સાફ કરવાનો પ્રયાસ કરવમ લાગી છે.

નોધનીય છે કે, ખેડૂત કૃષિ કાયદાની વિરુદ્ધ 50 થી વધુ દિવસથી દિલ્હીની સરહદે ઉભા છે. વિરોધ કરી રહેલા ખેડુતો કૃષિ કાયદા રદ કરવ સિવાય બીજા કોઈ વિકલ્પ સ્વીકારવા તૈયાર નથી. સરકારના આંદોલન સમાપ્ત કરવાના તમામ પ્રયાસો નિષ્ફળ સાબિત થયા છે. ખેડુતોએ ચેતવણી આપી છે કે 26 જાન્યુઆરી (પ્રજાસત્તાક દિવસ) ના રોજ દિલ્હીમાં ટ્રેક્ટર માર્ચ કાઢવાની ચેતવણી આપી છે.

દરમિયાન, સુપ્રીમ કોર્ટ આજે કૃષિ કાયદાઓ અને દિલ્હીની સરહદો પર ખેડૂતોના પ્રદર્શનને લગતી અરજીઓ પર સુનાવણી કરશે. ડેડલોકને સમાપ્ત કરવા માટે કમિટીના સભ્યના અલગ થવાના મામલામાં સુપ્રીમ ટોચની કોર્ટ પણ ધ્યાન આપી શકે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…