- અરવલ્લીમાં કિસાન સંઘે કર્યો ચક્કાજામ
- અમદાવાદ-ઉદેપુર હાઇવે ચક્કાજામ કરાયો
- અરવલ્લી-સાબરકાંઠાના ખેડૂતો દ્વારા વિરોધ
- રાજેન્દ્રનગર ચોકડી પર કરાયો ચક્કાજામ
- ચક્કાજામના પગલે અનેક વાહનો અટવાયા
- ખેડૂતોની પડતર માંગણીઓને લઇને નોંધાવ્યો વિરોધ
ભારતીય કિસાન સંઘ દ્વારા આવતી કાલે તા. 5 સપ્ટેમ્બર ના રોજ પાટનગર ગાંધીનગર બંધનું એલાન આપવામાં આવ્યું છે. ગાંધીનગર બંધના એલનથી રાજકીય વાતાવરણમાં ગરમાવો આવ્યો છે. ત્યાં આજરોજ કિસાન સંઘ દ્વારા અમદાવાદ- ઉદેપુર હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો છે.
અરવલ્લી જીલ્લામાં રાજેન્દ્રનગર ચોકડી પાસે કિસાન સંઘ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું હતું, અનેક વાહનો રસ્તામાં અટવાય હતા. રાજેન્દ્રનગર પાસે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. કિસાન સંઘ દ્વારા ખેડૂતોની વિવિધ પડતર માંગણીઓને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના અનેક ખેડૂતો આ વિરોધમાં જોડાયા હતા.
કિસાન સંઘ દ્વારા રાજેન્દ્રનગર ચોકડી પાસે નેશનલ હાઇવે ચક્કા જામના શાંતિપૂર્ણ કાર્યક્રમમાં મોડાસા રૂરલ PSI ચેતનસિંહ એફ.રાઠોડનું કિસાનો સાથે ગેરવર્તુણક કરી હતી. અને મામલો બીચક્યો હતો. અને પીએસઆઇના વર્તનથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી.
Prison act/ જેલ એક્ટ ટૂંક સમયમાં અમલમાં આવશે, કેદીઓને મળશે આધુનિક સગવડ : કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ