- કેદીઓના માનસ પરિવર્તન કરવા પહેલ
- બંદીવાન ભાઈઓ કરે છે ખેતી
- રીંગણાં, તુરીયા,પાલક અને ભીંડાની ઓર્ગેનિક ખેતી
શું તમે સાંભળ્યું છે કે જેલમાં પણ ખેતી થાય.જી હા આ એકદમ સાચી વાત છે, જામનગર જીલ્લા જેલમાં ઓર્ગેનિક શાકભાજીની ખેતી શરૂ કરવામાં આવી છે. જેનાથી કેદીઓના માનસ પરિવર્તન થવા સાથે તે જેલ બહાર નીકળ્યા બાદ પોતાના પગભેર થઇ શકશે.કેવી રીતે બંદીવાન ભાઈઓ કરે છે ખેતી આવો જાણીએ…..
અનેક વખત રાજ્યમાં ચર્ચાના ચકડોળે રહેલી જામનગર જીલ્લા જેલમા છેલ્લા કેટલાક સમયથી જેલ સુધારણાના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.જે અંતર્ગત જામનગર જિલ્લા જેલમાં કેદીઓ રીંગણાં, તુરીયા,પાલક અને ભીંડાની ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે.કેદીઓને આ કામ થકી રોજગારી પણ મળી રહે છે, અને સારો સમય પણ પસાર થઈ રહ્યો છે.આ શાકભાજીની ખેતીમાં ઉત્પાદન થયા બાદ તેનો ઉપયોગ જેલમાં રહેલા બંદીવાન ભાઈઓ માટે અને વધારે પડતું વાવેત્તર હોય તો તેને જેલ બહાર વેંચાણ અર્થે મુકવામાં આવે છે અને તેની આવક કેદી કલ્યાણ નિધિ ફંડમાં જમા થયા છે.
કેટલાક સમયગાળાથી આ જામનગર જીલ્લા જેલમાં આમુલ પરિવર્તન જોવા મળી રહ્યું છે. શૈક્ષણિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને વ્યવસાયિક અભિગમ સાથે કેદીઓમાં સુધાર આવે તેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.જેલમાં પડતર જમીન આવેલ છે, તે જમીન પર છેલ્લા ઘણા સમયગાળાથી ઓર્ગેનિક શાકભાજીની ખેતી કેદીઓ દ્વારા કરવામાં આવી રહી છે. જેલમાં કેદીઓની માનસિકતા પરિવર્તન થાય તે ગુન્હાઓ કરતાં અટકે અને પોતાની રોજગારી મેળવતો થાય, તેવો જેલ પ્રસશનનો આશય છે.
જામનગર જીલ્લા જેલમાં હાલ 600 કેદીઓ છે, જેમાંથી 72 પાકા કામના જયારે બાકીના કાચા કામના કેદીઓ છે.આ તમામ કેદીઓ જેલ બહાર જાય ત્યારે તે ગુન્હાહિત માનસિકતા માથી બહાર આવે અને પોતાના પગભર થઇ, કઈક કરી શકે તે માટે આવા પ્રયાસો જેલ પ્રશાસન હાથ ધરી રહ્યું છે. તેમજ ખેતીનો જે પ્રયોગ કરવામાં આવી રહ્યો છે તેમાં પણ ધારી સફળતા મળી રહી છે.
આ પણ વાંચો:યુવાઓમાં હાર્ટ એટેકનો ખતરો કેમ વધવા લાગ્યો છે? આવો જાણીએ
આ પણ વાંચો:તિસ્તા સેતલવાડને રાહત, સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા
આ પણ વાંચો:જેમને નાના સમજીને ભૂલી ગયા, તેમની સાથે ભાજપ સરકાર છેઃ PM Modi