આંણદનાં મોગરમાં જીવલેણ હુમલાની ઘટના નોંધવામાં આવી છે. અજાણ્યા શખ્સોએ બે લોકો પર જીવલેણ હુમલો કર્યો હોવાની વિગતો સામે આવી છે. હુમલા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હોવથી હુમલાનો આ બનાવ ખૂનમાં પરિણમ્યો છે. સાથે સાથે અન્ય એક વ્યક્તિ આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હોવાનું પણ સામે આવ્યું છે. ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો છે.
હુમલાની અને હુમલામાં ખૂનની ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા જ વાસદ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી, પોલીસની પ્રાથમીક તપાસમાં હુમલા પાછળ અનૈતિક પ્રેમ સંબધો હોવાની પોલીસ દ્રારા આશંકા જોવામાં આવી રહી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…