Viral Video: પિતા પોતાના પુત્રને કેટલો પ્રેમ કરે છે તે સમજવું ખૂબ જ અઘરું છે કારણ કે પિતા તેના પ્રેમને ક્યારેય વ્યક્ત નથી કરી શકતા. પરંતુ આ વાયરલ વીડિયો જોયા પછી તમને બધુ સમજાઈ જશે.
દુનિયામાં વ્યક્તિ સાથે માતા, ભાઈ, બહેન સહિતના ઘણા સંબંધો હોય છે. પરંતુ સૌથી અનોખો સંબંધ પુત્ર અને પિતા વચ્ચેનો હોય છે. કોઈપણ વ્યક્તિ સંબંધોમાં પોતાના પ્રેમને ખૂબ સરળતાથી વ્યક્ત કરી શકે છે. પરંતુ પિતા અને પુત્રનો સંબંધ એવો છે જેમાં બંને પોતાનો પ્રેમ વ્યક્ત કરી શકતા નથી. પિતા અને પુત્ર એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે પરંતુ જ્યારે તેને વ્યક્ત કરવાની વાત આવે છે ત્યારે બંને તેમાં નિષ્ફળ જાય છે. પરંતુ જો તમે સમજવા માંગતા હોવ કે એક પિતા પોતાના પુત્રને કેટલો પ્રેમ કરે છે, આ વાયરલ વીડિયો જોઈને તમારી પણ આંખો ભીની થઈ જશે.
A father is passionately watching his son’s performance. pic.twitter.com/CEgAPtsjIe
— ShoneeKapoor (@ShoneeKapoor) March 8, 2024
વીડિયો જોઈને તમે પણ ભાવુક થઈ જશો
તમે વીડિયોમાં જોઈ શકો છો કે એક વ્યક્તિ સ્ટેજ પર પોતાનું પરફોર્મન્સ આપી રહ્યો છે. તેના પિતા તેનું પર્ફોમેન્સ જોવા ત્યાં પહોંચી ગયા છે. પિતા તેમના પુત્રનું સ્ટેચ પરફોર્મન્સ જુએ છે અને થોડી જ વારમાં તે ભાવુક થઈ જાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે પિતાની આંખો ભીની થઈ જાય છે. પોતાના પુત્રને સ્ટેજ પર પરફોર્મ કરતા જોઈને તે એટલો ભાવુક થઈ જાય છે કે તે પોતાની જાતને કાબૂમાં રાખી શકતો નથી અને જોરથી તાળીઓ પાડવા લાગે છે. આ વીડિયો જોયા પછી તમે ચોક્કસથી ભાવુક થઈ જશો.
સોશિયલ મીડિયા પર આ વીડિયો ઞડપથી વાયરલ થઈ રહ્યો છે. સમાચાર લખાય ત્યાં સુધી આ વીડિયોને 3 લાખ 85 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું- એક પિતાનો પ્રેમ આ દુનિયાથી પર છે, તે માતાના પ્રેમથી પણ મોટો છે. અન્ય એક યુઝરે લખ્યું – જ્યારે મેં મારા પુત્રનું પરફોર્મન્સ પહેલીવાર જોયું ત્યારે મને પણ આવો જ અનુભવ થયો હતો.
આ પણ વાંચોઃLUCKNOW/ હિન્દુ યુવા સભાના રાષ્ટ્રીય અધ્યક્ષનો આપઘાત
આ પણ વાંચોઃIPL 2024/ રોહિત શર્મા ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમશે? રાયડુના નિવેદનથી ખળભળાટ