ગુજરાતમાં સતત દુષ્કર્મની ઘટનાઓ બનતી રહે છે પરંતુ ભાવનગરમાં પિતા-પુત્રીના સંબંધોને લજવતો કિસ્સો સામે આવ્યો છે. સિહોરમાં એક પિતા છેલ્લા એકાદ વર્ષથી પોતાની દીકરી પર દુષ્કર્મ આચરતો હતો. આ ઘટના પ્રકાશમાં આવતા આખા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. છેલ્લા એક વર્ષતી પુત્રી ઉપર સતત બળાત્કાર ગુજારતા પુત્રી ગર્ભવતિ બની હતી. જોકે, પુત્રીએ બાળકને જન્મ આપતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. આ અંગે સિહોર પોલીસે પિતા સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી હતી.
આ પણ વાંચો :મોનસૂનને લઈ ગુજરાત માટે રાહતના સમાચાર, ચોમાસું સામાન્ય કરતા સારું રહેવાની કરાઈ આગાહી
આ મામલે મળતી માહિતી અનુસાર, સિહોરના વલભીપુરના શાહપુર ગામે રહેતી 14 વર્ષ અને 11 માસની સગીરાએ વલભીપુર પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે તેમના પિતાએ 9 મહિના પૂર્વે તેણી ઘરે સુતી હતી ત્યારે તેની બાજુમાં સુઇ જઇ બળજબરીથી તેણી સાથે શારીરીક સંબંધ બાંધેલ અને કહ્યું હતું કે આ બાબતે કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ. ત્યાર બાદ તેણી સાથે નરાધામ પિતાએ અવાર નવાર 7 વખત દુષ્કર્મ આચરેલ અને તેણીને 4 મહિનાનો ગર્ભ રાખી દેતા તેના સામે ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો :ડુમસ ફરવા ગયેલા એક કપલ માટે ટ્રક બની કાળ, થોડાક દિવસ પહેલા યુગલની થઈ હતી સગાઇ
પોલીસે યુવતીની ફરિયાદ બાદ યુવતીના પિતાને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે. યુવતીએ સિહોર સરકારી દવાખાનામાં બાળકને જન્મ આપ્યા બાદ હાલ મહિલાને ભાવનગર રિફર કરવામાં આવી.
આ પણ વાંચો :તાઉ તે વાવાઝોડાથી ગુજરાતમાં થયું વ્યાપક નુકશાન, સર્વેમાં સામે આવ્યું 11, 346 કરોડનું નુકશાન