Not Set/ તાલીબાનોનો ખોફ ગાંધીનગર સુધી

 FSL યુનિ.માં ભણતી અફઘાની વિદ્યાર્થીનીઓની આપવીતી

અફઘાની વિદ્યાર્થીઓ ભારત છોડવા માગતા નથી

Top Stories Gujarat Others
ભચાઉ 11 તાલીબાનોનો ખોફ ગાંધીનગર સુધી

અફઘાનિસ્તાન પર તાલીબાનોએ હુમલો કરી કબજાે કરી લેતા હાલ અફઘાનિસ્તામાં પરિસ્થિતિ કાબુ બહાર છે. આવા સંજાેગોમાં અફઘાનીઓ દેશ છોડીને ભાગી રહ્યા છે ત્યારે ભારતમાં રહીને અભ્યાસ કરતા અફઘાની વિદ્યાર્થી ઓ માટે પણ પરિસ્થિતિ કફોડી થઈ છે. ગાંધીનગરમાં એફએસએલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઓએ મંતવ્ય ન્યુઝ સાથેની વાતચીતમાં સ્પષ્ટપણે જણાવ્યુ કે તે અફઘાનિસ્તાન પરત ફરવા માગતી નથી પણ હાલ તેમના કુટુંબીજનો અફઘાનિસ્તાનમાં છે અને તેના માટે તેમને ચિંતા સતાવી રહી છે. તાલીબાનો ક્યારે શુ કરે તે નક્કી નથી ત્યારે હવે તેમના કુટુંબીજનો નર્કમાં હોવાનો અહેસાસ કરી રહ્યા છે.

ગાંધીનગર ખાતેની એફએસએલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સીમા આઠ માસથી  અને સાઈતા છેલ્લા એક વર્ષથી ગાંધીનગરમાં છે. હાલની પરિસ્થિતિ અંગે બંનેએ મંતવ્ય ન્યુઝ સાથેની વાતચીતમાં જણાવ્યુ કે ભારતમાં મહિલાઓ સુરક્ષિત છે અને સ્કોલરશીપ પણ સરળતાથી મળે છે તે માટે તેમણે ભારતમાં અભ્યાસ કરવાનું પસંદ કર્યુ. બંને વિદ્યાર્થીની ઓનું કહેવુ  છે કે અફઘાનિસ્તાનમાં છેલ્લા 20 વર્ષથી પરિસ્થિતિ કાબુ બહાર જ છે. અમેરીકી સૈન્ય અફઘાનિસ્તાનમાં હતા તેમ છતાં પણ તાલીબાનો અફઘાનના સરકારી કર્મચારીઓને અને મહિલાઓને નિશાન બનાવતા હતા અને બોમ્બ બ્લાસ્ટ પણ કરતા હતા. મહિલાઓ પર અત્યાચાર કરતા હતા પણ છુપી રીતે કરતા હતા. હવે જ્યારે તેમણે અફઘાનિસ્તાન પર કબજાે કરી લીધો છે ત્યારે અમારા કુટુંબીજનોની શુ હાલત થશે તે વિચાર માત્રથી ધ્રુજી જવાય છે. હાલ અફઘાનિસ્તાનમાં શાકમાર્કેટ સહિતની બજારો બંધ છે. સરકારી કચેરીઓ પણ બંધ છે. મહિલાઓ ઘરમાં પુરાઈ રહેવા મજબુર બની છે. સીમા તેના માતાપિતા અને ભાઈબહેનો સાથે દરરોજ વાત કરે છે. તેનું કહેવુ  છે કે હાલની પરિસ્થિતિમાં મારી બહેનને મારી માતા ઘર બહાર નીકળવા નથી દેતા. મારા કુટુંબીજનો દેશ છોડવા માગે છે પણ હવે એરપોર્ટ બંધ થઈ ગયા છે અને પડોશી દેશોની સરહદો પર તાલીબાનોનો કબજાે છે. પડોશી દેશો રેફ્યુજીને આશરો પણ નથી આપી રહ્યા. અમે હવે કોઈપણ સંજાેગોમાં અફઘાનિસ્તાન પરત જવા માગતા નથી કારણકે ત્યાં મહિલાઓ જરાપણ સલામત નથી.

સીમા બે દિવસ પહેલાની ઘટના વાગોળતા જણાવે છે કે જલાલાબાદમાં એક યુવતીને તાલીબાનોએ જાહેરમાં ગોળી મારી દીધી હતી અને કોઈની હિંમત નહતી કે તે યુવતીને મદદ કરે કે પછી તેના મૃતદેહનો કબજાે લે. 20 વર્ષમાં અફઘાની સરકાર હતી અને તે સરકાર ભલે ભ્રષ્ટાચારી સરકાર હતી પણ તે વખતે મહિલાઓ ગર્વનર, સાંસદ અને સરકારી નોકરીમાં હતી. કટ્ટર ધાર્મિક માન્યતાઓ અને મહિલા વિરોધી માનસિકતા ધરાવતા તાલીબાનો કુંવારી યુવતીઓને તાલીબાની ત્રાસવાદીઓ સાથે પરણાવી રહ્યા છે. બુરખા અને ઘરના પુરુષના સાથ વગર બહાર નીકળવાની મનાઈ ફરમાવી દેવાઈ છે ત્યારે અમે દેશમા પરત ફરીને પણ શુ કરીએ?

સાઈતા કાબુલની વતની છે અને તેના પિતાને પણ તાલીબાનોએ મારી નાખ્યા હતા. એ વખતે તાલીબાનો એકસાથે 300 લોકોને મારી નાખેલા જેમાં સાઈતાના પિતાનો પણ ભોગ લેવાયો હતો. સાઈતા કહે છે કે અત્યારે ભલે તાલીબાનો કહેતા હોય કે તેઓ કોઈને કંઈ નુકસાન નહી પહોંચાડે પણ તેમનો ભરોસો કરવા જેવો નથી. અમે ભારતમાંથી ડીગ્રી લઈને અમારા દેશમાં અમારા જ્ઞાનનો લાભ આપવા માગતા હતા પણ હવે તાલીબાનોએ અમારા સપના રોળી નાખ્યા છે. અમે હવે અમારા દેશમાં પરત જવા માગતા નથી. બંને અફઘાની વિદ્યાર્થીનીઓના વિઝાની મુદ્ત હજુ એક વર્ષ જેટલી છે ત્યારે આ મામલે પણ બંને વિદ્યાર્થીની ઓ ચિંતામાં છે. તેમનુ કહેવુ છે કે જાે વિઝા પુરા થઈ ગયા અને અમારે પરત અફઘાનિસ્તાન જવાનો વારો આવે તેવી પરિસ્થિતિ વિચારી પણ શકીએ તેમ નથી. આ મામલે હવે ભારત સરકાર મદદરુપ થાય તેવું વિદ્યાર્થીઓ ઈચ્છી રહ્યા છે. સીમા અને સાઈતા કહે છે કે ભારત સરકારે અફઘાની વિદ્યાર્થીઓના વિઝા એક્સટેન્શન મામલે અલગથી નિર્ણય લેવો જાેઈએ અને અફઘાની વિદ્યાર્થીઓને નર્કમાં પરત ન જવુ પડે તેવા પ્રયાસ કરવા જાેઈએ.

રાજકોટમાંથી નકલી દૂધનો કારોબાર ઝડપાયો, 10 હજાર લિટર દૂધ દરરોજ ઘુસાડવાનું સામે આવ્યું

હવામાન વિભાગ / ગુજરાતમાં આગામી બે દિવસમાં વરસાદની સંભાવના