Surat News: સુરતની સીટી બસમાં મહિલા કંડકટરની દાદાગીરીની વીડિયો સામે આવ્યો. ફરી એકવાર કંડકટરની પેસેન્જર સાથે દાદાગીરીના અહેવાલ સામે આવ્યા. તાજેતરમાં મહિલા કંડકટરનો પેસેન્જર સાથે ગેરવર્તણૂંકનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં દેખાય છે કે મહિલા કંડકટર પેસેન્જર સાથે ટિકિટ મુદ્દે માથાકૂટ રહી છે. એક પેસેન્જર દ્વારા ટિકિટ માંગવામાં આવી ત્યારે બહાના બનાવવામાં આવ્યા. આ ઉપરાંત અનેક વખત પેસેન્જરને મશીન બંધ છે, ઉતરતા વખતે ટિકિટ આપીશ’ જેવા બહાના બનાવવામાં આવતા હોવાનું પેસેન્જર દ્વારા ફરિયાદ કરવામાં આવી.
શહેરની સીટી બસમાં રૂટ નંબર-305ની બસમાં મહિલા કંડકટર દ્વારા બસમાં મુસાફરી કરનાર પેસેન્જર સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો. મહિલા કંડકટરની દાદાગીરી વીડિયોમાં જોઈ શકાય છે. આ બસમાં મુસાફરી કરનાર એક પેસેન્જરે જણાવ્યું કે પીયુસ પોઇન્ટ ખાતે જયારે ટિકિટ માંગવામાં આવી ત્યારે મહિલા કડંકટર ઉચા સાદે બોલાવા લાગી. તેમના ઉપરાંત આખી બસના પેસેન્જરને ટિકિટ નથી આપી. કેટલાક પેસેન્જર એવા છે જે આ બસમાં નિયમિત અવર-જવર કરે છે, તેમનું કહેવું છે કે આવું ઘણા સમયથી ચાલ્યુ આવે છે. ફક્ત આ બસ નહિ પરંતુ શહેરની 70થી 80 ટકા બસમાં ટિકિટ વગર જ લોકો મુસાફરી કરતા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી.
સુરતમાં ચાલતી સિટી બસની મહિલા કંડકટરનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં મહિલા કંડકટર એક પેસેન્જર સાથે ટિકિટ આપવાને લઈને માથાકૂટ કરે છે. પેસેન્જર અને મહિલા કંડકટર વચ્ચે બોલાચાલી થાય છે. તેના બાદ અન્ય મુસાફરો સાથે પણ મહિલા કંડકટર ખરાબ વર્તન કરતા હોવાથી પેસેન્જરો ગુસ્સે થાય છે. કારણ કે પેસેન્જર મહિલા કંડકટરને કહે છે કે તમે કોઈને ટિકિટ આપતા નથી પરંતુ ફક્ત રૂપિયા લો છો જે ગેરકાયદેસર બાબત છે. પેસેન્જરની આ બાબત પર કંડકટર વધુ ગુસ્સે થાય છે અને જે કરવું હોય તે કરી લો એમ કહેવાની ધમકી આપી છે. અન્ય મુસાફરો પણ મહિલા પેસેન્જરની વાત સાથે સંમત થતા કહે છે કે બસમાં મોટાભાગના મુસાફરોને ટિકિટ આપવામાં આવી નથી ફક્ત પૈસા લેવામાં આવે છે. મુસાફરોને ટિકિટ ના અપાતા અંતે નુકસાન મહાનગર પાલિકાને જ થાય છે. કારણ કે કંડકટર પૈસા તો લે છે પણ ટિકિટ ના બતાવતા આ પૈસા સરકારમાં જમા નથી થતા. જેને લઈને કેટલાક જાગૃત પેસેન્જર દ્વારા આ મામલે અધિકારીઓને ફરિયાદ કરી હતી છતાં આ મામલે કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી.
આ પણ વાંચો: બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગની ગાડીમાં GPS ટ્રેકર લગાવનારાની ધરપકડ
આ પણ વાંચો: ભૂસ્તર વિભાગની ટીમે ખાનગી રાહે ચેકિંગ હાથ ધરી રેતી ભરેલા ચાર ડમ્પર ઝડપી પાડયા
આ પણ વાંચો: ભૂસ્તર વિભાગે હુન્ડાઈ મશીન અને ડમ્પર ઝડપી પાડ્યું