ઇંગ્લિશ ક્રિકેટ ટીમ નેધરલેન્ડના પ્રવાસે છે, જ્યાં ત્રણ મેચની વનડે શ્રેણી ચાલી રહી છે. એમ્સ્ટેલ્વિનમાં રમાઈ રહેલી પ્રથમ મેચ દરમિયાન એક રમુજી ઘટના બની. ઇંગ્લિશ બેટ્સમેન ડેવિડ મલને એવી સિક્સર ફટકારી કે બોલ મેદાનની બહાર ઝાડીમાં પડી ગયો. આ જંગલ જેવી ઝાડીઓ એટલી ગીચ હતી કે બોલ ખોવાઈ ગયો, નવા બોલને બદલે એ જ ખોવાયેલા બોલની શોધ કરવામાં આવી હતી જે ગલી ક્રિકેટની યાદ તાજી કરાવી હતી.
થોડીવાર માટે મેચ રોકવી પડી હતી. હદ તો ત્યારે થઈ જ્યારે નેધરલેન્ડના ફિલ્ડરો પણ બોલ શોધવા લાગ્યા. આ તમામ ઘટના લાઈવ ટીવી પર બતાવવામાં આવી રહી હતી. ટોસ જીત્યા બાદ ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેસન રોયના વહેલા આઉટ થયા બાદ ડેવિડ મલાન અને ફિલિપ સોલ્ટે બેટિંગનો માર્ચો સંભાળ્યો હતો અને વર્લ્ડ રેકોર્ડ સર્જાયો હતો. આ મેચમાં વન-ડેમાં સૈાથી વધારે રન કરવાનો રેકોર્ડ ઇંગ્લેન્ડે બનાવ્યો છે. 4 વિકેટે 498 રન કર્યા હતા.
Dawid Malan has just smashed a six right next to me – lost in the undergrowth. They eventually found it #nedveng pic.twitter.com/o7X2v4TKR1
— Chris Stocks (@StocksC_cricket) June 17, 2022
આઠમી ઓવરમાં પીટર સીલરે લોંગ ઓફ પર એવો જોરદાર સિક્સ ફટકાર્યો કે બોલ ઝાડીમાં ખોવાઈ ગયો. તરત જ ગ્રાઉન્ડ સ્ટાફ સર્ચ ઓપરેશનમાં જોડાઈ ગયો. બાઉન્ડ્રી પર ઉભેલા કેટલાક ફિલ્ડરો પણ મદદ કરવા આવ્યા હતા. આ સમગ્ર ઘટના ટીવીમાં કેદ થઈ ગઈ હતી. લાઈવ આ ફની ઘટનાને આખી દુનિયા જોઈ રહી હતી. પ્રવાસની શરૂઆત પહેલા જ સુકાની ઈયોન મોર્ગને કહ્યું હતું કે આ સીરીઝ T20 વર્લ્ડ માટે લોન્ચ પેડ જેવી હશે.
ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા ડેવિડ મલાને સદી ફટકારી હતી. તેણે કારકિર્દીની પ્રથમ સદી 91 બોલમાં પૂરી કરી હતી. હવે તે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર ઈંગ્લેન્ડનો ત્રીજો ક્રિકેટર પણ બની ગયો છે. માલાન પહેલા, માત્ર જોસ બટલર અને મહિલા બેટર હીથર નાઈટ આવી સિદ્ધિ કરી શક્યા