- જામનગરમાં મોટી ખાવડી નજીક હોટેલમાં ભીષણ આગ
- હોટેલ એલન્ટૉ નામની હોટેલમાં લાગી ભીષણ આગ
- અંદાજિત 30 થી વધુ લોકો ફસાયા
- શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ
- ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે
- 20 થી વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળે
- રિલાયન્સના ફાયર ફાઇટર પણ ઘટના સ્થળે
રાજ્યમાં આજે રક્ષાબંધન ધૂમધામથી ઉજવાઇ રહી છે ત્યારે જામનગરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જામનગરમાં મોટી ખાવડી નજીક હોટલમાં અચાનક ભીષણ આગ લાગી હતી .આગ લાગતા અફરાતફી મચી ગઇ હતી.એલન્ટો નામની હોટલમાં ભીષણ આગ લાગી છે, આ આગમાં 30થી વધુ લોકો ફસાયા હોવાનું જાણવા મળ્યું છે.આગ લાગતા સમગ્ર વિસ્તારમાં ધૂમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે, આગ લાગવાના સમચાર મળતા ફાયર ટીમ સત્વરે ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવા ભારે જેહમત ઉઠાવી રહ્યા છે, હાલ આગ કાબુમાં આવી નથી. 20થી વધુ ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોચ્યા છે.રિલાયન્સ ફાયર ફાયર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર યુદ્વના ધોરણે બટાવ કામગીરી ચાલી રહી છે, અને જે લોકો આગની ઝપેટમાંથી બચાવવામાં આવ્યા છે તેમને સત્વરે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે જામનગર સિક્કા પાટિયા પાસે એલેન્ટા હોટેલમાં આજે સાંજે આઠ વાગ્યાના સુમારની આસપાસ આગ લાગી હતી જોકે, બાદમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું પરિણામે લોકો અફરાતફરીનો માહોલ મચી ગયો હતો. આ હોટલ મોટી ખાવડી નજીક આવેલી છે. ફાયર વિભાગે ઘટનાસ્થળે દોડી જઇ આગ પર કાબુ મેળવવા કવાયત હાથ ધરી હતી. આગની દુર્ઘટનામાં 30થી વધુ લોકો ફસાયા હોવાના અહેવાલ છે. આગ લાગતા દ્વારકા અને જામનગર જિલ્લામાંથી અંદાજિત 10 જેટલી એમ્બ્યુલન્સ તાત્કાલિક દોડી ઘટનાસ્થળ પર પહોંચી હતી. વિકરાળ આગના લીધે રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા.
ઉલ્લેખનીય છે કે હાલ ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધું છે, આગના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે અફાતફી મચી જવા પામી હતી,ટ્રાફિક પણ જામ થઇ ગયો હતો, આ આગની ઘટના સંદર્ભે જામનગરના ચીફ ઓફિસર કેકે બિસનોઇએ મંતવ્ય વેબને જણાવ્યું હતું કે હાલ આગ પર કાબુ મેળવી લેવાયો છે, અને બધાને એટલે 27 લોકોને રેસ્કયુ કરાયા છે. કોઇ જાનહાનિ થઇ નથી.