72 માં ગણતંત્ર દિવસ આજે દેશભરમાં ઉજવવામાં આવ્યો. તે જ સમયે, છેલ્લા બે મહિનાથી કૃષિ કાયદાની વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતો દિલ્હીમાં ટ્રેક્ટર રેલી યોજી રહ્યા હતા અને શાંતીપૂર્ણ આંદોલન કરી રહેલા ખેડૂતોનાં સમયનો બાંઘ જાણે ટુટયો અને શું દિલ્હી-NCR, લાલ કિલ્લા પર જે થયું તે ભારતનાં ઇતિહાસ માટે કાળા કલંક સમાન કહી શકાય.
સિંઘુ, ટિકરી અને ગાઝીપુરની સરહદો પર પોલીસના બેરિકેડ્સ તોડી ખેડુતોએ દિલ્હીની સીમમાં પ્રવેશ કર્યો હતો. આ સાથે, આઇટીઓ પર ઘણો હંગામો થાય છે. ખેડૂતો દ્વારા પથ્થરમારો થતાં અનેક પોલીસ જવાન ઘાયલ થયા છે. તે જ સમયે, ટ્રેક્ટર પલટી જવાને કારણે ટ્રેક્ટર ડ્રાઇવર ખેડૂતનું મોત નીપજ્યું છે. જ્યારે કેટલાંક ઘાયલ હોવાનું જાણવા મળ્યું. લાલ કિલ્લા પર ખેડૂતોએ તિરંગો હટાવી તેમના ધ્વજ લહેરાવ્યા.
આમ તો કહી શકાય કે આંદોલનનો ઇતિહાસ ગવાહ છે કે, જ્યારે જ્યારે કોઇ પણ આંદોલને હિંસક રુપ ઘારણ કર્યું છે, ત્યારે ત્યારે તે આંદોલન નબળુ પડી બાદમાં થોડા સમયમાં વિખેરાઇ ગયું છે. સાહિન બાગ અને CAA આંદોલનો આનો જીવંત અને તાજો દાખલો કહી શકાય. હિંસા વિશે ખેડૂત નેતાઓએ તો હાથ ખંખેરીને કહી દીધુ છે કે, આ અમારા આંદોલનને બદનામ કરવાની કોઇની ચાલ છે. ખેડૂતોને આ ઉપદ્રવીઓ સાથે કોઇ લેવા દેવા નથી.
તમામ હકીકતો અને વાતો સહિત શંકા-કુશંકા વચ્ચે દિલ્હીમાં બબાલ થઇ અને ટીયર ગેસ છોડવા પડ્યા, તિરંગાનુ અપમાન થયુ અને અનેક ઇજાગ્રસ્ત પણ થયા મતલબ કે હિંસા તો થઇ. હિંસાનાં પગલે હવે સરકાર અને પોલીસ એકશનમાં આવી ગઇ છે અને ઉપદ્રવીઓ સાથે કડક હાથે કામ લેવાનાં આદેશો, પંદર સો અર્ધસૈનિક દળોનાં સૈનિકો સંભાળશે કમાન્ડ તેવા આદેશો કરી દેવામાં આવ્યા છે. દિલ્હી પોલીસ કમિશ્નરનો અર્ધસૈનિક દળોની 15 ટૂકડીઓ તૈનાત થશે તેવો આદેશ કર્યો છે. ઉપદ્રવને કડક હાથે ડામવાનાં આદેશો સાથે તાકાત સાથે મુકાબલો કરાવા આદેશ વછુટ્યા છે આપને જણાવી દઇએ કે, ITO પર હાલ આંદોલનકારીઓ યથાવત્ છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…