લીંબડી અઢી આકરી મેલડીમાંના મંદિર પાસે ખુલ્લા રોડ ઉપર બે પક્ષના લોકો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં બન્ને જૂથના 4 વ્યક્તિને ઈજા પહોંચી હતી. બન્ને પક્ષોના 5 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી.
લીંબડી અઢી આકરી મેલડીમાંના મંદિર પાસે ખોડીયાર પાર્ક સોસાયટીમાં રહેતા રાજેશભાઈ વેલશીભાઈ ચૌહાણે પોલીસ મથકે ફરિયાદ નોંધવાતા જણાવ્યું હતું કે ભીમનાથ સોસાયટીમાં રહેતો ગણેશ ઉર્ફે ઘોઘો શીવાભાઈ કોળીનો ભત્રીજો દસેક દિવસ પહેલા રાતના સમયે અમારા ઘરે પતારા ઉપર ચઢતો પકડાયો હતો. જેથી અમે તેને માર માર્યો હતો. આ વાતનું મનદુઃખ રાખી ગણેશ શીવાભાઈ કોળી દારૂ પીને મારી પત્નીને ધક્કો મારી અમારા ઘરમાં ઘૂસી ગયો હતો. અમે તેને ઘર બહાર કાઢ્યો તો તેને ધારિયા વડે મારી ઉપર હુમલો કરી મારા પત્ની સુમિતાબેન રાજુભાઈ ઈશ્વરભાઈને માર માર્યો હતો.
લીંબડી ભીમનાથ સોસાયટીમાં રહેતા ગણેશભાઈ શીવાભાઈ કોળીએ પોલીસ મથકે ફરિયાદ નોંધવાતા જણાવ્યું હતું કે રાજેશ વેલશીભાઈ ચૌહાણ મંડપ સર્વિસનો સામાન ફેરવતી વખતે ખુબ જ અવાજ કરતો હતો. જેથી મેં તેમને ઘરે જઈને અવાજ નહીં કરવા સમજાવ્યા હતા. આ બાબતે મનદુઃખ રાખી રાજેશ ચૌહાણ, સુનિતાબેન ચૌહાણ, વિજય વેલશીભાઈ અને રાજેશ ઈશ્ચરભાઈએ મને મુંઢ માર માર્યો હતો અને મારા ઉપર લાકડી વડે હુમલો કર્યો હતો.