મહાનગરપાલિકાની ચૂંટણીના વિરામ બાદ સમગ્ર દેશ સહિત રાજ્યમાં કોરોના એ માથું ઊંચક્યું હતું,આ કારણે ભાજપ પ્રદેશ દ્વારા કેટલાક મોરચાના હોદેદારોના નામની જાહેરાત કરવાના કામો અટકી પડયા હતા. ત્યારે આજે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ની સૂચના થી યુવા મોરચા, કિસાન મોરચા અને બક્ષીપંચ મોરચાના પ્રદેશ પદાધિકારીઓના નામો પર આખરી મહોર લાગી ગઈ છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ની સુચના અને માર્ગદર્શન પ્રમાણે પ્રદેશ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ દ્વારા કિસાન મોરચાના પ્રદેશ પદાધિકારીઓના નામોની જાહેરાત કરવામાં આવી છે. આ યાદી નીચે મુજબ છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સુચના અને માર્ગદર્શન પ્રમાણે પ્રદેશ કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ હિતેશભાઈ પટેલ દ્વારા આજરોજ પ્રદેશ કિસાન મોરચાના પ્રદેશ પદાધિકારીઓના નામોની જાહેરાત કરવામાં આવી છે.આ યાદી નીચે પ્રમાણે છે.
આ ઉપરાંત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તેની સૂચના અને માર્ગદર્શન મુજબ પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ ઉદયભાઇ કાનગડ દ્વારા પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રદેશ પદાધિકારીઓના નામોની જાહેરાત કરવામાં આવી છે.આ યાદી નીચે પ્રમાણે છે.