Not Set/ રાજ્યમાં મેઘરાજા જાણો ક્યા-ક્યા વિસ્તારોમાં કરશે મહેર

રાજય માં  અમદાવાદ શહેરમાં આવતીકાલે એટલે કે રવિવારે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે

Gujarat Others
Untitled 193 રાજ્યમાં મેઘરાજા જાણો ક્યા-ક્યા વિસ્તારોમાં કરશે મહેર

રાજ્યમાં વરસાદને લઈને ફરી  હવામાન વિભાગે મહત્વની જાણકારી આપતા જણાવ્યું છે કે આજથી રાજ્યમાં ભારે વરસાદ થશે.રાજય માં  અમદાવાદ શહેરમાં આવતીકાલે એટલે કે રવિવારે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજયમાં  આવનારા ચાર દિવસ સુધી  અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર નવસારી, વલસાડ ,ડાંગ ,દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે જ રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

આજના દિવસે ગુજરાતના ઘણા વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, દાહોદ, મહીસાગર, આણંદ, ડાંગ, ભરૂચ, જામનગર, તાપી, મોરબી, દ્વારકા સહિત કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આજે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે .

રાજય માં આવતી કાલે  ભરુચ, સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર ,જુનાગઢ, દ્વારકા, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, પાટણ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, રાજકોટ, અમરેલી અને ભાવનગર સહિત વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તારીખ 26 જુલાઈ ના રોજ વલસાડ નવસારી દમણ દાદરા નગર હવેલી બનાસકાંઠા પોરબંદર પાટણ જૂનાગઢ અને ગીર સોમનાથમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.