રસ્તાઓ પર દોડતી કિયાની સેલ્ટોસ તમે જોઇ જ હશે. તેને જોઇને એકવારમાં તમે પણ કહેશો કે બહુ સુંદર કાર છે, પરંતુ ઘણીવાર દેખાતી સારી વસ્તુ ખરીદી માટે આકર્ષણનું કેન્દ્ર બનતુ નથી, આવુ જ કઇઁક કિયા સેલ્ટોસ કાર સાથે થઇ રહ્યુ છે.
Hyunai Creta vs Kia Seltos
આપને જણાવી દઇએ કે, કિયા સેલ્ટોસને ભારત આવ્યાનાં એક વર્ષ થઈ ગયા છે, આ એસયુવીએ કંપનીને પકડમાં લેવામાં મદદ કરી છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં તેના વેચાણમાં ઘટાડો થયો હોવાનુ સામે આવી રહ્યુ છે, નવેમ્બરમાં સેલ્ટોસનું વેચાણ 34 ટકા ઘટ્યું છે, હ્યુન્ડાઇ ક્રેટાને નવા અવતારમાં રજૂ કર્યા પછી વેચાણમાં ઘટાડો થયો છે? હ્યુન્ડાઇ મોટર ગ્રુપે ભારતમાં એસયુવી માર્કેટનો કબજો લીધો છે, ક્રેટા, વેન્યુ, કિયા સેલ્ટોસ, કિયા સોનેટ અને યુવી મોડલ તેના સેગમેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી તેનું વેચાણ કરે છે. હ્યુન્ડાઇ અને કિયાએ એસયુવી અને કોમ્પેક્ટ એસયુવીની લોકપ્રિયતાને વધારી છે અને વેચાણમાં સુધારો કર્યો છે.
નવેમ્બરમાં આવ્યો ઘટાડો
કિયા સેલ્ટોસે નવેમ્બરમાં 9,205 એકમો વેચ્યા હતા, ગયા વર્ષે નવેમ્બરનાં 14,005 એકમોની સરખામણીએ, વેચાણમાં 34 ટકાનો ઘટાડો નોંધાયો હતો, જે સ્પર્ધાત્મક નવી ક્રેટાનાં અંતિમ વર્ષનાં 6,684 એકમોની સરખામણીએ 12,017 એકમ વેચ્યા હતા. તેના વેચાણમાં 80 ટકાનો વધારો નોંધાયો છે. કિયા સેલ્ટોસ ઓગસ્ટ 2019 માં લોન્ચ કરવામાં આવી હતી અને થોડા મહિનામાં જ આ સેગમેન્ટમાં સૌથી વધુ વેચાયેલુ મોડલ બની હતી, પરંતુ ક્રેટા નવા અવતારમાં રજૂ થયા પછી વેચાણમાં ઘટાડો થયો છે. આપને જણાવી દઇએ કે, હ્યુન્ડાઇ ક્રેટા સમાન સુવિધાઓ અને સમાન એંજિન વિકલ્પો સાથે સમાન ભાવની શ્રેણીમાં લાવવામાં આવી છે.
વેચાણમાં ક્રેટાએ મારી બાજી
ઉપરાંત, હ્યુન્ડાઇનું વેચાણ અને સર્વિસ અને પહોંચ વધુ શહેરોમાં છે, જ્યાં કિયા મોટર્સ હજી પણ પગ પેસારો કરવાની તૈયારી કરી રહી છે, જ્યારે હ્યુન્ડાઇ ભારતીય બજારમાં સ્થાપિત થઈ ગઈ છે. જેના કારણે ગ્રાહકો સેલ્ટોઝની જગ્યાએ ક્રેટાની પસંદગી કરી રહ્યા છે. કિયા સેલ્ટોસ 9.89 લાખ રૂપિયાની શરૂ કિંમતે ઉપલબ્ધ છે, જે ટોચનાં મોડલ માટે 17.34 લાખ રૂપિયા છે, જ્યારે હ્યુન્ડાઇ ક્રેટા 9.81 લાખ રૂપિયાનાં પ્રારંભિક ભાવે ઉપલબ્ધ છે, જે ટોપ મોડલ માટે 17.31 લાખ રૂપિયા છે. ભાવનાં કિસ્સામાં, ક્રેટા બાજી મારી રહી છે.
બન્ને કારમાં આ છે ફીચર્સ
કિયા સેલ્ટોસ ઘણી નવી સુવિધાઓ અને ઉપકરણો પ્રદાન કરે છે. તેમાં 10.25 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ ચાર્જિંગ, પુશ સ્ટાર્ટ/સ્ટોપ બટન, ઇલેક્ટ્રોનિક એડજસ્ટેબલ સીટવાળી વેન્ટિલેટેડ સીટ જેવી સુવિધાઓ શામેલ છે, આમાંથી મોટાભાગની સુવિધાઓ ક્રેટામાં પણ ઉપલબ્ધ છે. વેચાણની વાત કરીએ તો સેલ્ટોસે એસયુવીનાં 1.25 લાખ યુનિટથી વધુ વેચ્યા છે. સેલ્ટોસ એસયુવી લોન્ચ કર્યાનાં માત્ર 14 મહિનાની અંદર કંપનીએ આ સિદ્ધિ હાંસલ કરી છે. આ એસયુવીએ ફક્ત એક જ વર્ષમાં સૌથી વધુ લોકપ્રિય એસયુવીમાં દેશમાં પ્રવેશ કર્યો છે.
કાર ચાહકો માટે વધુ એક ઝટકો, હવે મહિન્દ્રાની ગાડીઓ પણ થશે મોંઘી
હોન્ડા લઈને આવી રહ્યું છે વિઝન 110 સ્કૂટર, આવા હશે ફિચર્સ
Redmiનો વધું એક મોબાઇલ ભારતની બજારમાં ધૂમ મચાવવા તૈયાર
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…