નુપુર શર્માએ વિવાદિત નિવેદન પયગંબર વિરૂદ્વ આપતા સમગ્ર વિશ્વમાં આ નિવેદનની ટીકા થઇ રહી છે જેના લીધે ભારતની બદનામી થઇ રહી છે. જેના પગલે જે પણ વ્યક્તિ કોઈપણ ટ્વિટ, નિવેદન, ટિપ્પણી કરશે તે તેમના અંગત મંતવ્યો ગણાશે, તે ભારત સરકારના મંતવ્યો હોઈ શકે નહીં એવું વિદેશ મંત્રાલયે કહ્યું છે અને કોઇપણ ભડકાઉ ભાષણ કે વિવાદિત નિવેદનને સાંખી લેવામાં આવશે નહી અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ભારતે કતાર, કુવૈત સહિતના અન્ય દેશોને પણ કહ્યું હતું કે જે લોકોએ આ નિંદા કરી છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. જોકે, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ રાજદ્વારી રીતે નારાજગી વ્યક્ત કરનારા દેશોની સંખ્યાના પ્રશ્નને ટાળ્યો હતો. બાગચીએ પાકિસ્તાનના કરાચી શહેરમાં મંદિર પર થયેલા હુમલા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભારત સરકાર ચીનની સરહદે લદ્દાખના વિસ્તાર પર ખાસ નજર રાખી રહી છે.
જ્યારે બાગચીને કુવૈત, કતાર, યુએઈ સહિતના અન્ય દેશોમાં ભારતીય માલસામાન અથવા સ્ટોરના બહિષ્કાર વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે અમે મીડિયા અહેવાલો જોયા છે. અત્યારે તે સોશિયલ મીડિયા પર કોઈની ટિપ્પણીનો જવાબ આપવાનું યોગ્ય નથી માનતા. બાગચીએ ખાતરી આપી હતી કે પયગંબર મોહમ્મદ વિશે કરવામાં આવેલી ટિપ્પણીના મામલે ભારતીય દૂતાવાસ સક્રિય છે. તેઓએ આ મામલે પ્રતિભાવ આપનારા દેશો સાથે વાતચીત કરી છે અને પ્રતિક્રિયા આપી છે. બાગચીએ કહ્યું કે ભારતે આપેલા નિવેદનો પણ હવે સાર્વજનિક થઈ ગયા છે. આ દેશોમાં ભારતના હિતોને કોઈ ખતરો નથી, અમારા હિતો સુરક્ષિત છે.
ચીન પર ભારતનો આ આરોપ છે એપ્રિલ 2020 થી, ચીન લદ્દાખ ક્ષેત્રમાં એકપક્ષીય દ્રષ્ટિકોણ બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે. બંને દેશોની સેનાઓ બંને તરફ તૈનાત છે. અમેરિકન જનરલે ચીનની બાજુમાં ઘેરાબંધી, લશ્કરી તૈયારીઓ અને પડોશી દેશની ગુપ્ત ચાલ અંગે ચેતવણી આપી છે. જ્યારે બાગચીને આ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે ખૂબ જ શાંતિથી જવાબ આપ્યો અને મીડિયા રિપોર્ટનો ઉલ્લેખ કરતા કહ્યું કે અમે તે પણ વાંચ્યું છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે સરહદ પર શાંતિ, સૌહાર્દ અને સ્થિરતા જાળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારત તેની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વની રક્ષા માટે પ્રતિબદ્ધ છે. સરહદી વિસ્તાર અને ખાસ કરીને પશ્ચિમી ક્ષેત્રમાં ચીનના માળખાકીય વિકાસથી લઈને તમામ પ્રકારના ફેરફારો, સૈન્ય તૈનાતી સહિતના તમામ તત્વો પર કડક નજર રાખવામાં આવી રહી છે.
ચીન સાથેના પ્રયાસનો ઉલ્લેખ કરતા ભારતે કહ્યું કે અમારા બંને વિદેશ મંત્રી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તેમના ચીની સમકક્ષ સાથે ચર્ચા કરી રહ્યા છે. બંને દેશોના સૈન્ય કમાન્ડરો વચ્ચે 15 રાઉન્ડની બેઠકો અને રાજદ્વારી સ્તરે WCC ફોરમની 10 બેઠકો થઈ છે. તમામ મુદ્દાઓ પર પણ સહમતિ સધાઈ છે અને પ્રયાસો ચાલુ છે.