Not Set/ રાહુલ ગાંધીએ ભારત સરકારની વિદેશી નીતિ પર ટીકા કરતા જાણો અમેરિકાએ શું આપ્યો જવાબ

બુધવારે સંસદમાં કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, કેન્દ્રની ખોટી નીતિઓને કારણે ચીન અને પાકિસ્તાન એક સાથે આવ્યા છે.

Top Stories India
RAHUL રાહુલ ગાંધીએ ભારત સરકારની વિદેશી નીતિ પર ટીકા કરતા જાણો અમેરિકાએ શું આપ્યો જવાબ

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે સંસદમાં કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, કેન્દ્રની ખોટી નીતિઓને કારણે ચીન અને પાકિસ્તાન એક સાથે આવ્યા છે. જ્યારે અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઈસને આ અંગે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, તેઓ આવા નિવેદનનું સમર્થન કરતા નથી.

સંસદમાં ભારત સરકારની વિદેશ નીતિની ટીકા કરતા રાહુલ ગાંધીએ કહ્યું, ‘તમારી નીતિએ ચીન અને પાકિસ્તાનને એક કરવાનું કામ કર્યું છે અને ભારત સામે આ સૌથી મોટો પડકાર છે.રાહુલે કહ્યું હતું કે, ચીનની સ્પષ્ટ યોજના છે અને તેનો પાયો ડોકલામ અને લદ્દાખમાં નાખવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે સરકારે કાશ્મીર પર ખોટો નિર્ણય લીધો છે.આ સવાલના જવાબમાં નેડ પ્રાઈસે કહ્યું, હું પાકિસ્તાન અને ચીન પર તેમના સંબંધો વિશે વાત કરવાનું છોડી દઉં છું. પરંતુ હું ચોક્કસપણે આવા નિવેદનને સમર્થન આપીશ નહીં

 

 

રાહુલ ગાંધીએ સંસદમાં કહ્યું હતું કે, તમે જોખમ સાથે રમી રહ્યા છો. મારી સલાહ છે કે રોકો. રાહુલે ચીન અને પાકિસ્તાન સાથેના સીમા વિવાદ અંગે કહ્યું, જોખમને હળવાશથી ન લો. તમે ચીન અને પાકિસ્તાનને સાથે લાવ્યા છો. મને કોઈ શંકા નથી કે ચીનની સ્પષ્ટ યોજના છે. ડોકલામ અને લદ્દાખમાં તેનો પાયો નાખવામાં આવ્યો છે. આ દેશ માટે મોટો ખતરો છે. તમે J&K અને વિદેશ નીતિમાં મોટી વ્યૂહાત્મક ભૂલો કરી છે. તમે બે મોરચાને એક મોરચામાં ફેરવી દીધા છે.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તમે ચીનને જુઓ, તે કેવી રીતે હથિયાર ખરીદી રહ્યું છે. આપણે પોતાનો બચાવ કરવાની જરૂર છે. દેશ માટે એ મહત્વનું છે કે તમે અમારી વાત સાંભળો. તમે વિચારતા હશો કે અમે સમજી શકતા નથી, પણ અમે જાણીએ છીએ. રાહુલે કહ્યું, જો કંઈ થશે તો તેના માટે તમે જવાબદાર હશો.