Covid-19/ બાબા રામદેવનાં કોરોનિલનાં દાવા પર WHO એ જાણો શું કર્યુ ટ્વીટ

વિશ્વ આરોગ્ય સંગઠને એક ટ્વિટ દ્વારા સ્પષ્ટ કર્યું છે કે, તેણે કોરોના વાયરસની સારવાર માટે કોઈ ટ્રેડિશનલ મેડિસિનને સર્ટીફિકેટ આપવામાં આવ્યુ નથી

India
અલ્પેશ 5 બાબા રામદેવનાં કોરોનિલનાં દાવા પર WHO એ જાણો શું કર્યુ ટ્વીટ

વિશ્વ આરોગ્ય સંગઠને એક ટ્વિટ દ્વારા સ્પષ્ટ કર્યું છે કે, તેણે કોરોના વાયરસની સારવાર માટે કોઈ ટ્રેડિશનલ મેડિસિનને સર્ટીફિકેટ આપવામાં આવ્યુ નથી, જેના પછી તે સ્પષ્ટ થઈ ગયું છે કે બાબા રામદેવની કંપની પતંજલિ દ્વારા ઉત્પાદિત કોરોનિલ દવા WHO પ્રમાણિત નથી.

Election / રાજકોટમાં વોર્ડ નંબર 2 ખાતે EVM મશીન ખોટકાયું, મતદારોમાં ભારે રોષ

પતંજલિ અથવા કોરોનિલ દવાનો ઉલ્લેખ કર્યા વિના, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનાં સાઉથ ઈસ્ટ એશિયન એકમએ ટ્વિટ કર્યું, “વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝે કોરોનાની સારવારમાં કોઈ પરંપરાગત દવાઓનાં પ્રભાવને મંજૂરી આપી નથી.” વૈશ્વિક સંસ્થાનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બાબા રામદેવે કોરોનાની નવી દવા શરૂ કરી હતી કે ભારત સરકારે તેને WHO ની સૂચના અનુસાર મંજૂરી આપી હતી.

Election: અમદાવાદનાં વસ્ત્રાલ અને ચાંદખેડામાં ભારે હોબાળો, ક્યાંક નામ ગાયબ તો ક્યાંક EVM માં ગડબડી

બાબા રામદેવે કહ્યું હતુ કે, ‘વૈજ્ઞાનિક સંશોધન પુરાવા રજૂ કર્યા પછી કેન્દ્ર સરકારે આ દવાને મંજૂરી આપી દીધી છે. આંતરરાષ્ટ્રીય ધોરણોનાં આધારે તેને મંજૂરી આપવામાં આવી છે. હવે અમે વિશ્વનાં 150 થી વધુ દેશોમાં આ દવા વેચી શકીએ છીએ. ‘કોરોનિલની નવી દવાઓનાં લોન્ચિંગ પ્રસંગે આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધન અને પરિવહન પ્રધાન નીતિન ગડકરી ઉપસ્થિત રહ્યા હતા. બાબા રામદેવે કહ્યું હતું કે, જે લોકોને કોરોના સારવાર માટે બીજી દવાઓ નથી મળી રહી તે કોરોનિલનો ઉપયોગ કરી શકે છે. હરિદ્વાર સ્થિત બાબા રામદેવની કંપનીએ જણાવ્યું હતું કે, આ આરોગ્ય આયુષ મંત્રાલય દ્વારા વિશ્વ આરોગ્ય સંગઠનની સર્ટીફિકેટ સ્કીમ હેઠળ મંજૂરી આપવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ