અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકોને હટાવ્યા બાદ બંને દેશો વચ્ચે સંપર્કમાં કતાર મુખ્ય ભૂમિકા ભજવશે. હજારો લોકોને કાબુલ એરપોર્ટ પરથી લાવવામાં આવ્યા હતા અને પહેલા કતારમાં રાખવામાં આવ્યા હતા, ત્યાંથી તેમને અન્યત્ર મોકલવામાં આવ્યા હતા. વર્તમાન સંજોગોમાં આ નાના આરબ દેશની ભૂમિકા મહત્વની બની ગઈ છે કારણ કે તેના અમેરિકા અને તાલિબાન બંને સાથે સારા સંબંધો છે. સારા સંબંધોને કારણે કતારમાં યુએસ લશ્કરી મથક છે અને અફઘાનિસ્તાનમાંથી સત્તા હટાવ્યા બાદ તાલિબાન કતારની રાજધાની દોહાથી પોતાનું રાજકીય કાર્યાલય ચલાવી રહ્યું હતું. અમેરિકાએ શનિવાર સુધીમાં અફઘાનિસ્તાનમાંથી 1,13,500 લોકોને બહાર નિકાળ્યા હતા. તેમાંથી 40 ટકા કતારમાં થોડા સમય માટે રોકવામાં આવ્યા હતા અને પછી આગળ મોકલવામાં આવ્યા હતા. કાબુલથી આવેલા હજારો લોકો હજુ પણ કતારમાં છે.
યુએસ પ્રમુખ જો બિડેને કર્યો કોલ
કતાર ઉર્જાથી સમૃદ્ધ હોય એવો નાનો દેશ છે. જ્યાં ત્રણ લાખથી વધુ નાગરિકો છે. ત્યાં કામચલાઉ વિઝા પર પરપ્રાંતિય વિદેશી કામદારોની સંખ્યા સ્થાનિક વસ્તી કરતાં ઘણી વધારે છે. વ્હાઇટ હાઉસનું કહેવું છે કે રાષ્ટ્રપતિ જો બિડેને કતારના 41 વર્ષીય અમીર તમીમ બિન હમાદ અલ થાનીની વ્યક્તિગત રીતે પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે યુએસની આગેવાની હેઠળની એરલિફ્ટ કતારના સમર્થન વિના સફળ ના થઇ હોત. તેમના સહકારથી જ રોજ હજારો લોકોને લઈ જવાનું શક્ય બન્યુ. સમગ્ર વિશ્વમાં આ દેશનો સકારાત્મક પ્રચાર છે, જે પીઆર પર લાખો ડોલર ખર્ચ્યા બાદ અને ગલ્ફ આરબ દેશોની લોબિંગ પછી ભાગ્યે જ ઉપલબ્ધ હોય.
અફઘાનિસ્તાન સંકટ પર ચર્ચા
વિશ્વના નેતાઓ સોમવારે કતારમાં ભેગા થશે. આમાં, યુએસના વિદેશ મંત્રી એન્ટોની બ્લિન્કેને અફઘાનિસ્તાનના ભવિષ્ય અને આતંકવાદ સામે લડવા માટે આગામી દિવસો માટે સંકલિત અભિગમ અંગે ચર્ચા કરવા માટે વર્ચ્યુઅલ મીટિંગનું આયોજન કર્યું હતું, કારણ કે અમેરિકા અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજામાંથી સંપૂર્ણપણે ખસી જવાનું છે. કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, યુનાઇટેડ કિંગડમ, તુર્કી, યુરોપિયન યુનિયન અને નાટો પણ બેઠકમાં ભાગ લેશે.
તાલિબાન કતાર પાસેથી માંગી હેલ્પ
મંગળવારે યુએસ લશ્કરી પરત ફરશે પછી કતારને તાલિબાન દ્વારા કાબુલના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર નાગરિક તકનીકી સહાય પૂરી પાડવા માટે પણ કહેવામાં આવ્યું છે. જો કે, કતારના અધિકારીઓએ અહેવાલો પર કોઈ ટિપ્પણી કરી નથી. દરમિયાન, આંતરરાષ્ટ્રીય યુએન એજન્સીઓ અફઘાનિસ્તાનને સહાય પહોંચાડવામાં કતારની મદદ અને સમર્થન માંગી રહી છે. કતારની ભૂમિકા થોડી અણધારી હતી. કતાર સાઉદી અરેબિયા સાથે સરહદી જમીન ધરાવે છે અને ઈરાન સાથે પર્શિયન ગલ્ફમાં વિશાળ પાણીની અંદર ગેસ ક્ષેત્ર પણ ઘરાવે છે. તેના દ્ધારા ઘણા મહિનાઓથી અફઘાનિસ્તાનથી એરલિફ્ટ કરાયેલા હજારો લોકો માટે તે પરિવહન બિંદુ હોવાનું પણ માનવામાં આવે છે.
લોકોને બહાર નિકાળવામાં મોટી ભૂમિકા
15 ઓગસ્ટના રોજ તાલિબાનના કાબુલ પર કબજો કર્યા પછી, અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી હજારો લોકોને બહાર નિકાળવા માટે મદદ કરી હતી. અફઘાનિસ્તાનમાંથી લગભગ 40 ટકા લોકો એ કતાર દ્ધારા સ્થળાંતર કર્યુ હતું. અમેરિકાએ આ માટે કતારના વખાણ કર્યા. આંતરરાષ્ટ્રીય મીડિયા આઉટલેટ્સે પણ કતાર પાસેથી પોતાના કર્મચરીઓને ત્યાંથી નિકાળવા માટે મદદ માંગી. અફઘાનિસ્તાનમાંથી લોકોને બહાર લાવવામાં કતારની ભૂમિકા મધ્ય પૂર્વના સૌથી મોટા યુએસ લશ્કરી મથકના યજમાન તરીકેની તેની સ્થિતિને પ્રતિબિંબિત કરે છે. કતારે યુએસ-તાલિબાન શાંતિ મંત્રણાનું પણ આયોજન કર્યું હતું.
તાલિબાને અફઘાનિસ્તાનમાં રહેતા તમામ લોકોને બહાર લાવવાનું આપવાનું વચન આપ્યું છે. તેમ છતાં તેમાંથી ઘણા લોકો બહાર નીકળવા માટે ઉતાવળા છે. જેમાં નાગરિક સમાજના કાર્યકરો છે. ઉપરાંત જેમણે પશ્ચિમી સેનાઓ માટે કામ કર્યું હતું અને મહિલાઓ માટેના અધિકારો માટે લડ્યા હતા. તેમને એમ પણ કહ્યું છે કે અમને આતંકવાદી સંગઠનો પર ભરોસો નથી.